તરૂણીના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો કાફલો ક્રિસ્ટલ મોલ ખાતે દોડી આવ્યો હતો. ત્યારે તરૂણીના પરિવારજનો દ્વારા છેડતી તેમજ માર મારવા મામલે પોલીસ ફરિયાદ નોંધવા અરજી કરવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે.
શખ્સોએ પણ તરુણીના પરિવારજનો વિરૂદ્ધ એટ્રોસિટી દાખલ કરવા બાબતે યુનિવર્સિટી પોલીસમાં અરજી કરી છે. ક્રિસ્ટલ મોલમાં બનેલ બનાવ અંગે બંને પક્ષો તરફથી સામસામી અરજી કરાઈ છે. ત્યારે હાલ પોલીસે બંને પક્ષોની અરજી સ્વીકારી પોલીસ તપાસ શરૂ કરી છે.