RAJKOT : રાજકોટના શહેરીજનોને ફરી એક વાર પાણી કાપ સહન કરવાનો આવરો આવ્યો છે. રાજકોટ શહેરના અલગ-અલગ ત્રણ વોર્ડમાં આવતીકાલે એટલે કે 15 એપ્રિલે પાણી  વિતરણ નહિ થાય.નાના મવા સર્કલ પાસે નવા બનતા બ્રિજના કારણે પાઈપલાઈન જોડાણને કારણે ત્રણ વોર્ડમાં અમુક ભાગમાં માં પાણીકાપ મુકવામાં આવ્યો છે. રાજકોટ શહેરના વોર્ડ નંબર 8, 10 અને 11ના મોટાભાગના વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ નહીં થાય. શહેરના પુનિતનગર, ચંદ્રેશનગર સહિતના વિસ્તારોની  100થી વધારે સોસાયટીઓમાં આવતીકાલે પાણી વિતરણ નહી થાય.


ગત મહિને 6 વોર્ડમાં પાણી કાપ મુકાયો હતો 
ગત માહીએં રાજકોટ શહેરના 6 વોર્ડમાં પાણી કાપ મુકવામાં આવ્યો હતો, જેના કારણે અંદાજે 70 થી વધુ સોસાયટીઓમાં પાણી વિતરણને અસર થઇ હતી. ગત 20 માર્ચે શહેરમાં 711 mmની સપ્લાય લાઈન શિફ્ટ કરવાનું કામ કરવામાં આવ્યું હતું. આ કામગીરીને કારણે વોર્ડ 2,3,7, 8, 10 અને 11માં પાણી કાપ મુકવામાં આવ્યો હતો. જો કે કામગીરી પૂર્ણ થયા બાદ તમામ વોર્ડમાં પાણી પુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો. 


જૈન સંત નમ્રમુનિ મહારાજને હોસ્પિટલમાં દાખલ કરાયા
જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજને હોસ્પિટલમાં દાખલ કરવામ આવ્યા છે. પ્રવચન સમયે જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટની સ્ટર્લિંગમાં હોસ્પિટલમાં ખસેડવામ અવ્યા છે. ગાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડી વારમાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.આ અગાઉ પણ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.


આ પહેલા અંદાજે ચાર વર્ષ પહેલા પણ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજને હૃદયમાં તકલીફ થતા રાજકોટ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને  હૃદયમાં તકલીફ થવાની સાથે સાથે નબળાઇની ફરિયાદ હતી. તેમને થોડો સમય સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો આવતા તેમને રજા આપવામાં આવી હતી અને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.