RAJKOT : જૈન સમાજના રાષ્ટ્રીય સંત નમ્રમુનિ મહારાજને હોસ્પિટલમાં દાખલ કરવામ આવ્યા છે. પ્રવચન સમયે જ તેમને છાતીમાં દુખાવો ઉપડતા રાજકોટની સ્ટર્લિંગમાં હોસ્પિટલમાં ખસેડવામ અવ્યા છે. ગાલમાં તેમની તબિયત સુધારા પર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. થોડી વારમાં એમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.આ અગાઉ પણ મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા.


આ પહેલા અંદાજે ચાર વર્ષ પહેલા પણ રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજને હૃદયમાં તકલીફ થતા રાજકોટ શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને  હૃદયમાં તકલીફ થવાની સાથે સાથે નબળાઇની ફરિયાદ હતી. તેમને થોડો સમય સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો આવતા તેમને રજા આપવામાં આવી હતી અને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી.


વિધાનસભા ચૂંટણીનો ધમધમાટઃ કોંગ્રેસના નેતાઓના સૌરાષ્ટ્રમાં ધામા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ હરકતમાં આવી ગઈ છે. AICCના સેક્રેટરી અને સૌરાષ્ટ્રના પ્રભારી રામ કિશન ઓઝાના રાજકોટમાં ધામા નાંખ્યા. 13 એપ્રિલથી  સૌરાષ્ટ્રનો પ્રવાસ શરૂ કર્યો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓની લેશે મુલાકાત. રાજકોટમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો સાથે બેઠક કરી. રાજકોટ શહેર કોંગ્રેસના હોદ્દેદારોની સાથે બેઠક કરી. કોંગ્રેસમાં ચાલતા જૂથવાદ મુદ્દે પણ વન ટુ વન બેઠક થઇ. 


ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું
પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે કોંગ્રેસ દ્રારા પાટણ જિલ્લાની કોંગ્રેસ કાર્યકરોની તાલીમ શિબિર યોજાઈ હતી તેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ જિલ્લાના કોંગ્રેસના નેતા હાજર રહ્યા હતા. તાલીમ શિબિરમાં જગદીશ ઠાકોરે કાર્યકરો સંબોધન કરતા કયું હતું કે સોશ્યલ મીડિયામાં પક્ષ વિરોધી કોઈ પોસ્ટ કરવામાં આવશે તો તેને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા આવશે, સાથે સાથે તેમણે પાણીની તંગી અગે ભાજપને જવાબદાર માન્યું. સરસ્વતી, બનાસ નદીઓ પર 100 -100 કરોડના ખર્ચે ચેક ડેમ બાંધવા આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમારી કોંગ્રેસ સરકાર આવશે તો રૂ.500 માં ગેસનો બાટલો આપીશું અને ખેડૂતોને વીજળી બિલ હાફ અને દેવામાફીનો કાયદો લાવીશું.