Rajkot New Bus Port: 140 કરોડ રૂપિયાનું છ મહિનામાં કેમ ધોવાણ કરવું એ શીખવું હોય તો રાજકોટમાં શીખી શકાય. કેમ કે સૌરાષ્ટ્રમાં કહેવાતા સૌથી આધુનિક રાજકોટ બસ પોર્ટમાં વગર વરસાદે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બસ પોર્ટમાં સતત પાણી ટપકતા ડોલ અને ટબ મુકવા પડ્યા છે. તો પાણી ત્યા સુધીનું ભરાયુ કે મુસાફરો પોતાનો સામાન પણ નીચે ન મુકી શક્યા. આ અંગે એબીપી અસ્મિતા સાથે રાજકોટ ડિવિઝનના એસટી નિયામકે દાવો કર્યો કે, જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.


નોંધનીય છે કે, રાજકોટના નવા બસ પોર્ટનું CM વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ બસ પોર્ટ 11,178 ચોરસ મીટરમાં તૈયાર કરવામાં આવેલું છે. જેમાં શોપિંગ મોલ, ગેમઝોન અને સિનેમા સહિતની સુવિધાથી સજ્જ હશે. બસ પોર્ટમાં અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગમાં 300 કાર પાર્કિગ અને 1200 બાઈક પાર્કિંગની પણ સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસો અવર-જવર કરી રહી છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો છે.


બસ પોર્ટમાં દરેક રૂટની બસોના ડિજીટલ બોર્ડ પણ મૂકવામાં વ્યા છે. બસ પોર્ટની તસવીરો જોતાં એવું લાગે છે કે, ફાઈવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવું બસ પોર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે, રાજકોટમાં નવા બે બસ સ્ટેન્ડ બનશે. જેમાં પૂર્વમાં એક ભાવનગર રોડ ઉપર અને પશ્ચિમાં એક જામનગર રિંગ રોડ ચોકડી. વધતા જતા રાજકોટના કારણે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ બસ સ્ટેન્ડ બને તો લોકોને નજીક પડે. આવનારા દિવસોમાં બીજા બે નવા બ સ્ટેન્ડ બનશે. જેમાં દર વર્ષે નવી 1 હજાર બસ સામેલ કરવામાં આવશે જ્યારે દર વર્ષે જૂની 1 હજાર બસ દૂર કરવામાં આવશે. બસ ટર્મિનલમાં હાલ રોજ 450 બસો અવર-જવર કરી રહી છે. ખાવા-પીવા, શોપિંગ સહિત 350થી વધુ દુકાનો છે. બસ પોર્ટમાં દરેક રૂટની બસોના ડિજીટલ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે.         


આ પણ વાંચોઃ


પીએમ મોદીનો ઓડિયો સંદેશઃ 'હું 11 દિવસ માટે વિશેષ અનુષ્ઠાન કરી રહ્યો છું, પ્રાણ પ્રતિષ્ઠાનો સાક્ષી બનવું સૌભાગ્ય છે'