અમરેલીઃ રાજુલામાં ધોધમાર 7 ઇંચ વરસાદ પછી સોસાયટીઓ પાણીમાં ગરકાવ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 02 Oct 2019 09:07 AM (IST)
અમરેલીના રાજુલામાં ગઈ કાલે પડેલા 7 ઇંચ વરસાદ પછી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. જે આજે પણ ઓસર્યા નથી.
અમરેલીઃ રાજુલા પંથકમાં ગઈકાલે પડેલા ધોધમાર 7 ઇંચ વરસાદથી હજુ પણ રાજુલાની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયેલ હતી. આજે પણ રાજુલાની ધારનાથ સોસાયટીમાં દોઢથી બે ફૂટ જેટલા પાણી ભરેલા છે પાલિકા તંત્ર દ્વારા સોસાયટીમાં પાણી નિકાલ માટે મોટર મુકેલી છે, છતાં હજુ સોસાયટીના પાણી ઓસર્યા નથી ને ધારનાથ સોસાયટીના રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.