Gujarat Weather Update: આજે વહેલી સવારથી જ ગુજરાતમાં વાતાવરણમાં એકદમ પલટો આવ્યો છે. ઠેર ઠેર ધૂમ્મસ અને ઝાકળભર્યુ વાતાવરણ સર્જાયુ છે. સૌરાષ્ટ્ર અને રાજકોટના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ ઝાકળ પડી રહી છે, આ કારણે ઠંડીમાં અને ખેડૂતોની ચિંતા બન્નેમાં વધારો થયો છે. રાજકોટના ગોંડલ પંથકમા આજે ઝાકળ વર્ષા ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ છે. વહેલી સવારથી મોડે સુધી શહેરમાં ઝાકળ વર્ષા ભર્યુ વાતાવરણ જોવા મળ્યુ હતુ. ઝાકળ વર્ષા ભર્યા વાતાવરણને કારણે વાહનચાલકોને વાહન ચલાવવા પણ મુશ્કેલ બની રહ્યાં છે, એટલું નહીં ઝાકળ ભર્યા વાતાવરણથી હવે ખેડૂતો ચિંતિત છે કેમ કે આ વાતાવરણ જીરૂંના પાકને નુકસાન પહોંચાડશે. 


હવામાન વિભાગની આગાહી


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીની નીચે પહોંચી ગયું છે.


ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે. હવામાન વિભાગની જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,  આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થશે નહી. આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહી જોવા મળે. રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતા છે.  


ત્રણ દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે. પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળશે.  હાલ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર-પૂર્વિય દિશા તરફથી પવન ફુંકાઈ રહ્યો છે. ત્રણ દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે. 


રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે ઠંડી વધી છે. રાજ્યના 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે.  10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે આકાશ સ્વચ્છ રહે તેવી શક્યતા છે. આ સાથે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા છે.