રાજકોટના લોકો માટે સારા સમાચાર છે. કોરોનાના કારણે 2 વર્ષથી રદ્દ થતો જન્માષ્ટમીનો લોક મેળો આ વર્ષે યોજાશે. જો કોરોનાની નવી લહેર ન આવે તો રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે તે નક્કી છે.
આ અંગે આગામી સમયમાં જ બેઠક મળશે. લોક મેળો રેસકોર્સ ગ્રાઉન્ડમાં જ યોજવામાં આવશે.
આગામી સમયમાં આ મેળા માટે તૈયારીઓ શરૂ થશે. સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવતો અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે. જેમાં રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા.
LIC IPO માટે રવિવારે પણ બેંક શાખાઓ ખુલ્લી રહેશે
LIC IPO: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી છે કે LIC IPO માટે અરજી કરતા સામાન્ય લોકોની સુવિધા માટે તમામ ASBA-નિયુક્ત બેંકો રવિવારે ખુલ્લી રહેશે. LIC IPO માટે સરકારની વિનંતી પર RBIએ આ નિર્ણય લીધો છે. આનો અર્થ એ થયો કે આરબીઆઈના આ નિર્ણય પછી, તમામ બેંકો જેના દ્વારા એલઆઈસીની અરજીની પ્રક્રિયા થવાની છે તે રવિવારે પણ ખુલ્લી રહેશે. સામાન્ય રીતે, રોકાણકારો ASBA મારફત પબ્લિક ઈશ્યુમાં શેર માટે અરજી કરે છે. દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો LIC IPO આજે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો છે. રોકાણકારો આ ઈસ્યુમાં 9 મે સુધી રોકાણ કરી શકે છે.
સરકારના કહેવા પર નિર્ણય લેવાયો છે
બુધવારે એક નિવેદનમાં, RBIએ જણાવ્યું હતું કે LIC IPOમાં રોકાણ કરનારા સામાન્ય લોકોની સુવિધા માટે ભારત સરકારે વિનંતી કરી છે કે ASBA-નિયુક્ત બેંક (એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એકાઉન્ટ)ની શાખાઓ 8 મે, 2022 ને રવિવારના રોજ ખુલ્લી રાખી શકાય છે. આરબીઆઈએ વધુમાં જણાવ્યું હતું કે, "આ બાબતની તપાસ કરવામાં આવી છે અને અમે નિર્ણય લીધો છે કે બેંકો તેમની તમામ ASBA-નિયુક્ત શાખાઓ રવિવાર, 8 મે, 2022 ના રોજ ખોલી શકે છે."
IPO અંગે રોકાણકારોનું વલણ કેવું છે?
સબસ્ક્રિપ્શનના પ્રથમ દિવસે LICનો IPO 65% સબસ્ક્રાઇબ થયો છે. પૉલિસી ધારકો અને કર્મચારીઓ માટે આરક્ષિત ભાગ ઓવરસબ્સ્ક્રાઇબ થયેલ છે. તે જ સમયે, BSE પર ઉપલબ્ધ ડેટા અનુસાર, બિન-સંસ્થાકીય રોકાણકારો (NII) ના શેર માટે સૌથી ઓછી બિડ પ્રાપ્ત થઈ છે. સરકાર એલઆઈસીમાં તેનો 3.5 ટકા હિસ્સો ઘટાડવાનો લક્ષ્યાંક ધરાવે છે. સરકાર આ IPO દ્વારા 21,000 કરોડ રૂપિયા એકત્ર કરવા માંગે છે.