રાજકોટ: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે ત્યારે તમામ પક્ષોએ અત્યારથી તૈયારીઓ શરુ કરી દિધી છે. અરવિંદ કેજરીવાલ ગુજરાત સ્થાપના દિવસ 1મેના રોજ ગુજરાતમાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે છોટુ વાસાવાની સાથે ભરુચમાં જંગી સભાને સંબોધી હતી. હવે અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલા આગામી 11 તારીખે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ રાજકોટના  શાસ્ત્રી મેદાનમાં જંગી જનસભાને સંબોધશે. 

Continues below advertisement



રાજકોટ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રએ આ સભાની મંજૂરી આપી દિધી છે.   આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી સહિતની પ્રક્રિયા આરંભી દેવામાં આવી છે.   પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીના શહેરમાં આમ આદમી પાર્ટીના શક્તિપ્રદર્શન પર તમામ લોકોની નજર રહેશે. 


હાલમાં જ રાજકોટ કૉંગ્રેસના દિગ્ગજ નેતા ઈંદ્રનિલ રાજ્યગુરુ આમ આદમી પાર્ટીમાં સામેલ થયા છે. તેમની સાથે રાજકોટ મનપાના પૂર્વ વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા પણ આપમાં સામેલ થયા છે. 


સુરતમાં આપ-ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી, અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું- જુઓ આ ગુંડાઓને.....


સુરત ભાજપ કાર્યાલય બહાર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો સામસામે આવી ગયા હતા.  આ બંને પક્ષના કાર્યકરો બાખડ્યા  કે પોલીસની સામે જ  છૂટ્ટાહાથની મારામારી થઈ હતી. AAPના કાર્યકરોને દોડાવી-દોડાવીને માર મરાયો. જમીન પર પટકાયા બાદ લાતો પણ મારવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા.  


ગઈકાલે સુરત મહાનગરપાલિકા બહાર AAPના કોર્પોરેટરનું ગળું દબાવી માર મરાયાનો બનાવ બન્યો હતો. જેના વિરોધમાં આજે AAPના કાર્યકરો સુરતમાં ભાજપના કાર્યાલયનો ઘેરાવ કરવા પહોંચ્યા હતા. આ ઘટના અંગે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે ટ્વિટ કર્યું છે. કેજરીવાલે કહ્યું આ ગુંડાઓને જુઓ. ખુલ્લેઆમ મારપીટ કરી રહ્યા છે, દેશભરમાં ગુંડાગીરી આચરવામાં આવી છે. શું આવી રીતે દેશની પ્રગતિ થશે ? આ લોકો તમારા બાળકોને ક્યારેય સારું શિક્ષણ, રોજગાર નહીં આપે કારણ કે તેઓને રાજકારણ માટે બેરોજગાર ગુંડાઓ જોઈએ છે.