રાજકોટ: રાજકોટમાં આજે ઉત્તરાયણ તહેવારને લઇ સવારથી ધીમે ધીમે માહોલ જામી રહ્યો છે. લોકોએ પતંગની સાથે ક્યાંક ડાન્સ કરીને તો ક્યાંક ચિક્કીઓનો સ્વાદ માણતા માણતા ઉત્તરાયણની મઝા માણી રહ્યાં છે. રાજકોટમાં કોરોનાના કાળ વચ્ચે કેટલાક લોકોએ અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરી છે.


રાજકોટમાં કેટલાક યુવકો અને યુવતીઓએ PPE કીટ પહેરી ઉત્તરાયણ ઉજવણી કરી છે. PPE કીટ પહેરી યુવક અને યુવતીઓએ પતંગ ઉડાવી હતી. કોરોનાના કહેર વચ્ચે રાજકોટમાં કેટલાક યુવક-યુવતીઓએ પીપીઇ કિટ અને માસ્ક પહેરીને પતંગ ચગાવ્યા હતા.

બીજી બાજુ પોલીસે ધાબા પર પણ ભીડ ભેગી ના થાય અને લોકો માસ્ક પહેરીને જ પતંગ ચગાવે તે સુનિશ્ચિત કરવા માટે પૂરતી તૈયારીઓ કરી છે. બપોરના 12 વાગ્યા સુધીમાં 38 ઈમરજન્સી કોલ 108ની ટીમને કરાયા હતા. આખા રાજ્યમાંથી બપોરે 12 વાગ્યા સુધીમાં 1000 જેટલા કોલ 108ને મળ્યા હતા.