રાજકોટઃ જેતપુર તાલુકાના કેરાળીમાં મામાએ ભાણીની કૂવામાં ફેંકીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. ભાણાને મામી સાથે આડાસંબંધ હોવાની ઝતાં થતાં મામાએ ભાણાને મળવા માટે બોલાવ્યો હતો. તેમજ તેને વાડીએ દારૂ પીવડાવીને કૂવામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું હતું.
આ અંગેની વિગતો એવી છે કે, મૂળ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગુંદિયા ગામનો વતની નીલેશ વસાવા(ઉં.વ.25) તેની પત્ની કૈલાસ સાથે કેરાળી ગામમાં રહીને મજૂરી કામ કરતો હતો. તેમજ ગત 27મી નવેમ્બરે રાતથી ગુમ થઈ ગયો હતો. પરિવારે શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો ન લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન કેરાળીની સીમમાં આવેલી વાડીના કુવામાં 29મી નવેમ્બરે રાતે લાશ મળી આવી હતી.
વીરપુર પોલીસે આસપાસ રહેતા લોકોની પૂછપરછ કરી હતી. જેમાં નિલેશને તેની મામી સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રેમસંબંધની જાણ મામાને થઈ જતા મામા વિનુ વસાવાએ નિલેશને કેરાળી ગામની વાડીએ બોલાવ્યો હતો અને ચિકાર દારૂ પીવડાવી તેની સાથે મારામારી કરી હતી. તેમજ તેને કૂવામાં ફેંકી દેતા તેનું મોત નીપડ્યું હતું.
આ અંગે નિલેશની પત્નીએ ફરિયાદ કરતા વીરપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપી વિનુ દીપસિંગ વસાવાને પોલીસે પકડી લીધો છે.
રાજકોટઃ 25 વર્ષના યુવકને મામી સાથે બંધાયા શારીરિક સંબંધ, મામાને જાણ થતાં વાડીએ બોલાવીને દારૂ પિવડાવ્યો ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
16 Dec 2020 11:07 AM (IST)
નિલેશને તેની મામી સાથે પ્રેમસંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રેમસંબંધની જાણ મામાને થઈ જતા મામા વિનુ વસાવાએ નિલેશને કેરાળી ગામની વાડીએ બોલાવ્યો હતો અને ચિકાર દારૂ પીવડાવી તેની સાથે મારામારી કરી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -