અયોધ્યામાં ભગવાન શ્રીરામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ કાર્ય તેજ ગતિએ ચાલી રહ્યું છે. મંદિરનો પહેલો માળ લગભગ તૈયાર થઇ ગયો છે. એવું અનુમાન છે કે જાન્યુઆરી 2024 માં મંદિરને પવિત્ર કરવામાં આવશે. આ સાથે તેને સામાન્ય ભક્તો માટે પણ ખોલવામાં આવશે.


તેમણે કહ્યું કે, રામ મંદિરમાં 42 દરવાજા લગાવવામાં આવશે. આ દરવાજા મહારાષ્ટ્રમાંથી આયાત કરાયેલા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ મંદિરના ગર્ભગૃહમાં સોનાનો દરવાજો લગાવવામાં આવશે. આ સાથે અન્ય દરવાજા પર મોર, કલશ, ચક્ર અને ફૂલો કોતરવામાં આવશે પરંતુ ગર્ભગૃહની ચમક અલગ હશે. ગર્ભગૃહની દિવાલો અને ભોંયતળિયા સફેદ મકરાણા આરસપહાણથી જડિત હશે.


આ સાથે તેમણે કહ્યું કે, ગર્ભગૃહમાં ભગવાન રામના બાળ સ્વરૂપની બે મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. એક પ્રતિમા ચલ  હશે જ્યારે બીજી પ્રતિમા અચલ હશે. અત્યારે અસ્થાયી રામ મંદિરમાં રામલલાની મૂર્તિ તેમના ભાઈઓ સાથે બેઠેલી સ્થિતિમાં મૂવિંગ મૂર્તિ હશે, આ મૂર્તિની પૂજા કરવામાં આવશે. બીજી અચલ  મૂર્તિ હશે, ભક્તો આ મૂર્તિના દર્શન કરી શકશે. આ પ્રતિમા હજુ તૈયાર થઈ રહી છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં ત્રણ પ્રતિમાઓ બની રહી છે. આ ત્રણમાંથી એક મૂર્તિ ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. આ મૂર્તિ આખા અયોધ્યામાં ફરશે.


રામ મંદિરમાં સોનાના દરવાજા ઉપરાંત રાજસ્થાનના બંસી પહાડપુરના રેતીના પથ્થરનો પણ તેમાં ઉપયોગ થશે.  આ ઉપરાંત મકરાણાના માર્વેલ, તેલંગાણાના ગ્રેનાઈટ, મહારાષ્ટ્રના સાગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને મંદિરમાં સ્થાપિત કરવા માટે ચંદીગઢમાં ખાસ ઈંટો પણ બનાવવામાં આવી રહી છે.                                               


આ પણ વાંચો 


Gujarat Rain Forecast: રાજ્યમાં ફરી મોનસૂન એક્ટિવ, આ જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ, હવામાન વિભાગે કરી આગાહી


Jailer Actor Death: ‘જેલર’ અભિનેતાનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન, ટેલિવિઝન શોના ડબિંગ દરમિયાન અચાનક ઢળી પડ્યાં


Nomination: SBIના સેવિંગ્સ અને FD એકાઉન્ટમાં નોમિનેશન જોડવું ખૂબ જ સરળ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા


વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી, સપ્ટેમ્બરમાં આ તારીખથી વરસાદનું જોર વધશે, ઓક્ટોબરમાં પણ થશે મેઘમહેર