નવી દિલ્લીઃ રાષ્ટ્રીય જનતા દળના (રાજદ) ના વરિષ્ઠ નેતા રઘુવંશ પ્રસાદ સિંહે પ્રધાનંમંત્રી નરેંદ્ર મોદીની 'મન કી બાત' કાર્યક્રમ સામે રાજદના તેના જવાબમાં 'કામ કી બાત' નું આયોજન કરશે. તેમણે પત્રકારોને સંબોધિત કરતા આરોપ લગાવ્યો હતો કે, 'મન કી બાત' ના કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ આશા કાર્યકર્તા વિશે અજાણ હોવાની વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ પાસે આશા કાર્યકર્તાઓની પ્રશંસા સાંબળ્યા બાદ તેમણે આશા નેટવર્કની જાણ થઇ હતી. રઘુવંશે જણાવ્યું હતું કે, દુર્ભાગ્ય અને આશ્ચર્ય કરનાર વાત છે કે, વર્ષ 2005 માં જ્યારે નરેંદ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત સમયથી જ આશા વર્કર કાર્યરત છે. રાજદના પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પૂર્વ સાથે પત્રકારો સાથેની વાતચિત કરતા જણાવ્યુ હતુ કે, તેમણે પ્રધાનંત્રીને પત્ર પણ લખ્યો છે કે આશા કાર્યક્રતાઓને કોઇ માસિક મજૂરી નથી મળતી. મહિને એક બે ગર્ભવતી મહિલાઓને હૉસ્પિટલમાં લઇ જવા બદલ તેમને અમુક રકમ આપી દેવામાં આવે છે. રઘુવંશે જણાવ્યું હતુ કે, દર મહિને 'કામ કી બાત' દ્વારા રાજદ પ્રધાનમંત્રી દ્વારા લોકોને આપવામાં આવેલા વચનો પૂરા નથી થયા તેને ઉજાગર કરશે. તેમજ આશા કાર્યકર્તા, આંગણવાડી સેવિકાઓ અને સહાયિકાઓ તથા કિસાનોના સવાલ ઉઠાવશે.