Russia Ukraine War live : રશિયા અને યૂક્રેનના યુદ્ધના 26 દિવસ બાદ પણ રશિયાની શેરબજારે શરૂ કર્યો કારોબાર
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 29માં દિવસે યુદ્ધ ચાલુ છે. પુતિનની સેના દિવસેને દિવસે આક્રમક બની રહી છે ત્યારે જેલેન્સ્કી પણ શસ્ત્રો મુકવા તૈયાર નથી
ઓનલાઈન ક્લાસથી એવા વિદ્યાર્થીઓ માટે રાહત થઈ છે જેઓ તેમનો મેડિકલ અભ્યાસ અધૂરો છોડી સ્વદેશ પરત ફર્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, ફાયરિંગ અને સાયરનના અવાજો વચ્ચે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યાં છે. Kyiv માં Bogomolets National Medical University ના MBA ના ત્રીજા વર્ષની વિદ્યાર્થિની રિયા શર્માએ કહ્યું કે. "અમારા ઓનલાઈન ક્લાસ 14 માર્ચથી શરૂ થઈ ગયા છે. અમે આ સેમેસ્ટરમાં ક્લિનિકલ સ્ટડીઝમાં પ્રેક્ટિકલ શીખવવાના હતા, પરંતુ અમારે થિયરી ક્લાસ શરૂ થઇ ગયા છે. ઓનલાઇન ક્લાસ લગભગ ચારથી પાંચ કલાક ચાલે છે પરંતુ લગભગ દરરોજ તે અધવચ્ચે કેન્સલ કરવા પડે છે,યુદ્ધ વચ્ચે ઓનલાઇન ક્લાસ લેતા શિક્ષકોની વિદ્યાર્થી અને તેના વાલીઓ પ્રશંસા કરી રહ્યાં છે.
બ્રિટન યુક્રેનને લગભગ 6,000 નવી રક્ષણાત્મક મિસાઇલો અને BBCના પ્રદેશના કવરેજને ટેકો આપવા અને યુક્રેનિયન સૈનિકો અને પાઇલટ્સને ચૂકવણી કરવા માટે $40 મિલિયનનું ભંડોળ પૂરું પાડશે
રશિયાએ ફેસબુક-ઇન્સ્ટાગ્રામ અને ટવિટર બાદ ગૂગલ ન્યુઝને બ્લોક કરી દીધા છે. ગૂગલ ન્યુઝ પર રશિયાએ ફેક ન્યુઝ ફેલાવવાનો આરોપ છે.
યુક્રેન પરના આક્રમણને પગલે 26 દિવસના શટડાઉન પછી રશિયન શેરબજારે ભારે પ્રતિબંધો હેઠળ ફરીથી વેપાર શરૂ કર્યો.
બાઇડન નાટોની બેઠકમાં સામેલ થશે
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન નાટોની બેઠકમાં સામેલ થવા માટે બ્રેસેલ્સ પહોંચી ચૂક્યાં છે. તે અહીં યૂક્રેન સંકટની સાથે અન્ય મુદ્દા પર ચર્ચા કરશે
બ્રેકગ્રાઉન્ડ
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 29માં દિવસે યુદ્ધ ચાલુ છે. પુતિનની સેના દિવસેને દિવસે આક્રમક બની રહી છે ત્યારે જેલેન્સ્કી પણ શસ્ત્રો મુકવા તૈયાર નથી. દરમિયાન, યુક્રેનમાં રશિયાના હુમલા બાદ ઉભી થયેલી માનવતાવાદી કટોકટી પરના ડ્રાફ્ટ ઠરાવ પર બુધવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના મતદાનમાં ભારત સહિત 13 સભ્ય દેશોએ ભાગ લીધો ન હતો. જે બાદ આ પ્રસ્તાવ UNSCમાં નિષ્ફળ ગયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -