Shahrukh Khan Hospitalized:  શાહરૂખ ખાનને ( Sharukh khan)   22 મેના રોજ ડીહાઇડ્રેશનના ( Dehydtration)  કારણે અમદાવાદની કેડી હોસ્પિટલમાં ( K D hospital) દાખલ કરવામાં આવ્યા છે. , ત્યારબાદ ચાહકો ચિંતાતુર બની ગયા હતા. આ સમાચાર મળતા જ પત્ની ગૌરી ખાન પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી. અભિનેત્રી જુહી ચાવલાએ પણ તેના મિત્ર અને KKR ટીમના પાર્ટનર શાહરૂખની ખબર પૂછી હતી. પરંતુ હવે અભિનેતાને રજા આપવામાં આવી છે


શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને હવે તે 26મી મેના રોજ યોજાનારી આઈપીએલ ફાઈનલમાં પણ ભાગ લેશે. જોકે, ડોક્ટરોએ કિંગ ખાનને હાલ આરામ કરવા કહ્યું છે. શાહરૂખ બે દિવસ પહેલા અમદાવાદ ગયો હતો અને હીટસ્ટ્રોકના કારણે તેની તબિયત લથડી હતી.


મંગળવાર, 22 મેના રોજ KKR અને SRH વચ્ચેની પ્લે-ઑફ મેચ દરમિયાન શાહરૂખ ખાનની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તબીબોએ જણાવ્યું હતું કે આકરી ગરમીને કારણે અભિનેતાને હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશન થયું હતું. મિત્ર જુહી ચાવલા પણ શાહરૂખને જોવા હોસ્પિટલ પહોંચી હતી. અભિનેતાની તબિયત વિશે અપડેટ આપતાં તેણે કહ્યું કે તે સ્વસ્થ છે અને આશા છે કે તેને જલ્દીથી રજા આપવામાં આવશે.


શું IPLની ફાઇનલમાં હશે શાહરૂખ? જૂહી ચાવલાએ આ વાત કહી


જ્યારે જૂહી ચાવલાને પૂછવામાં આવ્યું કે શું તે IPLની ફાઈનલ મેચ જોઈ શકશે, ત્યારે અભિનેત્રીએ કહ્યું હતું કે તે આ સપ્તાહના અંતમાં સ્ટેડિયમમાં ઉભા રહીને ટીમને ચીયર કરતી જોવા મળશે.


22 મેના રોજ સવારે શાહરૂખની તબિયત લથડી હતી


શાહરૂખ ખાન તેની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની સનરાઈઝર્સ હૈદરાબાદની પ્લે ઓફ મેચના બે દિવસ પહેલા અમદાવાદ ગયો હતો. મેચ પુરી થયા બાદ શાહરૂખ ટીમ સાથે મોડી રાત્રે અમદાવાદની આઈટીસી નર્મદા હોટેલ પહોંચ્યો હતા, જ્યાં તેનું જોશભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પરંતુ 22 મેના રોજ સવારે શાહરૂખની તબિયત બગડતાં તેને બપોરે 1 વાગ્યે કેડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા.