Watch: ફ્લોરિડા પોલીસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મી એક અશ્વેત મહિલા સાથે ક્રૂર વર્તન કરતો જોવા મળી રહ્યો છે.


અમેરિકાની ફ્લોરિડા પોલીસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસકર્મીઓ એક મહિલાને બળજબરીથી જમીન પર પટકતો  જોવા મળે છે. વીડિયોમાં મહિલા ચીસો પાડીને પોતે ગર્ભવતી હોવાનું પણ કહી રહી છે. તેમ છતાં પોલીસકર્મીઓ અશ્વેત મહિલા સાથે ક્રૂર વર્તન કરે છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેને શેર કરી રહ્યાં છે અને પોલીસકર્મીની ટીક કરી રહ્યાં છે.


વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લોરિડા પોલીસના એક પોલીસ કર્મચારીની કારમાં બેઠેલી અશ્વેત મહિલા સાથે ઉગ્ર બોલાચાલી થઈ છે. પોલીસકર્મી મહિલાને તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવવાનું કહે છે, જેના પર મહિલા વિવિધ દલીલો કરે છે. મહિલાને એમ કહેતી સાંભળી શકાય છે કે તેણે કાર પાર્ક કરી હતી અને  તે તેમાં બેઠી હતી.  કેતે ડ્રાઇવિંગ કરતી નહોતી. આવી સ્થિતિમાં પોલીસકર્મી  તેમની પાસે જબરદસ્તી ડ્રાઈવિંગ લાયસન્સ માંગે છે


પોલીસકર્મીએ મહિલાને જમીન પર પછાડી



વીડિયોમાં દેખાતા પોલીસકર્મીની ઓળખ મેથ્યુ મેકનિકોલ તરીકે થઈ છે. જૉ નેરિલિયા નામની મહિલાને કારમાંથી બહાર નીકળવાનો આદેશ આપે છે. આ પછી બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે. જે બાદ પોલીસકર્મી મહિલાનો હાથ પકડીને તેને જમીન પર ધકેલી દે છે. જ્યારે તેણે તેને જમીન પર પટકે છે, ત્યારે તે 'હું ગર્ભવતી છું' એવી ચીસો પાડે છે.


મેનો  વીડિયો વાયરલ 


રિપોર્ટ અનુસાર, વાયરલ વીડિયો મે મહિનાનો છે, જ્યારે બોકા રેટોનમાં કોઈએ પોલીસને ઘટનાસ્થળે બોલાવી હતી. વીડિયોમાં હેરી હાર્ડી અને નેરિલિયા લોરેન્ટ નામના બે કપલ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોઈ શકાય છે. ફૂટેજમાં ઓફિસર મેથ્યુ મેકનિકોલ કપલની નજીક આવતા જોઈ શકાય છે.


ડેઈલી મેલના અહેવાલ અનુસાર, વીડિયો વાયરલ થયા બાદ પોલીસ ચીફ મિશેલ મુસીઓએ કહ્યું છે કે મહિલા સાથે પોલીસકર્મીના વર્તનની તપાસ કરવામાં આવી રહી છે. જો પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.