નવી દિલ્હીઃ બાબા આમટેની પૌત્રી અને આનંદવન સંસ્થા ચલાવતી ડો. શીતલ આમટેએ સોમવારે સવારે તેના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તેણે ઝેરનું ઈન્જેક્શન લઈ જીવ આપ્યો હોવાનું કહેવાય છે. થોડા દિવસો પહેલા તેણે મહારોગી સેવા સમિતિમાં ગોટાળાની વાત કહી હતી.

તે ઘણા વર્ષોથી પતિ અને પરિવાર સાથે મળીને કુષ્ઠ રોગીઓની સેવા કરતી હતી. આત્મહત્યા કરતાં પહેલા તેણે સોશિયલ મીડિયા પર એક પેંટિગ શેર કરીને લખ્યું- કેનવાસ પર વૉર અને પીસ માટે એક્રેલિક.

72 વર્ષછી ચંદ્રપુર જિલ્લાના વરોર તાલુકાના આનંદવનમાં બાબા આમટેનો પરિવાર કુષ્ઠ રોગીઓની સારવાર કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા તેણે આર્થિક ગોટાળાને લઇ ફેસબુક પર લાઇવ ડિસ્કશન કર્યુ હતું. જે બાદ થયેલા વિવાદના કારણે તેણે ફેસબુક પરથી વીડિયો ડિલિટ કર્યો હતો.



શીતલ આમટે છેલ્લા થોડા દિવસોથી ડિપ્રેશનમાં હતી. તેને જાન્યુઆરી 2016માં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સૌથી યંગ ગ્લોબલ લીડર જાહેર કરવામાં આવી હતી.

નિવાર બાદ તમિલનાડુને વધુ એક વાવાઝોડું ધમરોળશે, હવામાન વિભાગે જાહેર કર્યુ એલર્ટ

નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી  ? જાણો મહત્વના સમાચાર

ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના 12 જિલ્લામાં નાંખવામાં આવ્યો રાત્રિ કર્ફ્યુ, કોવિડ હોટસ્પોટમાં લાદયું સંપૂર્ણ લોકડાઉન