સોંદર્ય સ્પર્ધા 'મિસ અર્થ ઇંડિયા 2016'માં ગુજરાતી યુવતી ફાઇનલમાં
abpasmita.in | 11 May 2016 06:46 PM (IST)
દાહોદઃ ધંધા રોજગાર અને વેપાર માટે જાણીતા શહેરની યુવતી મિસ અર્થ ઇંડિયા 2016ની સ્પાર્ધાની ફઇનલમાં પ્રવેશ કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. દાહોદની આ પહેલી યુવતી છે કે જેણે આવી સ્પર્ધામાં ભાગ લઇને ફાઇનલ સુધી પહોંચવામાં સફળતા મેળવી હોય. ફાઇનલની સ્પર્ધા હજી બાકી છે પરંતું અપુર્વાએ ફાઇનલમાં જીતની આશા વ્યક્ત કરી હતી. અપૂર્વાના પિતા હેમંત કુમાર દાહોદમાં પેથોલોજીની લેબમાં કામ કરે છે. અપૂર્વાએ દાહોદની સેંટ સ્ટીફન્સ શાળામાં અભ્યાસ કર્યા બાદ બીકોમ, એલએલબી અમદાવાદની નિરમા યુનિવર્સટીમાં કર્યુ છે. અને અત્યારે તે અમદાવાદમાં રહે છે. અપૂર્વાએ બેંગલોરમાં યોજાયેલી મિસ અર્થ ઇન્ડિયા 2016ની સૌંદર્ય પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો.અને આ ચુનોતીપૂર્ણ પ્રતિયોગિતા જીતવાનો નિર્ધાર કરી લીધો હતો. પૂરી લગન અને મહેનતથી એક બાદ એક પ્રતિયોગિતા અપૂર્વા પાર કરતી ગઇ. મિસ અર્થ ઇન્ડિયા 2016માં કુલ 37 યુવતીઓમાં ગુજરાતમાંથી ત્રણ યુવતીઓની પસંદગી થઇ હતી. જેમાં અમદાવાદની પ્રિયા સેંગર, સુરતની રિધિમા સંગાત્ની અને દાહોદની અપુર્વા કુમાર લેનો સમાવેશ થયો હતો. જેમાં ફાઇનલિસ્ટની યાદીમાં દાહોદની અપુર્વા કુમાર લેની પસંદગી થઇ છે. નોંધનીય છેકે આ પહેલા 2008માં મિસ અર્થ ઇન્ડિયામાં વડોદરાની તન્વી વ્યાસ વિજેતા થઇ હતી. મિસ અર્થ ઇંડિયાની સ્પર્ધાની ફાઇનલમાં પહોંચીને અપૂર્વાએ ઘરના સહિત દાહોદ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે. આના લીધી પરિવારમાં ખૂશી છવાઇ ગઇ છે. જો કે ફાઇનલમાં અપૂર્વા જીતશે કે નહીં કે કેમ તે જોવું રહ્યું હવે જુલાઇ માસમાં ફાઇનલ યોજાનાર છે. ત્યારે તેમાં વિજેતા બનવા માટે અપૂર્વાએ કમર કસી છે અને મિસ અર્થ ઇન્ડિયાનો તાજ જીતી લેવા માટેઝિટારે મહેનતમાં લાગી છે. ફાઇનલ સ્પર્ધા આગામી તા.16 જુલાઇના રોજ દિલ્હી મુકામે જ યોજાનાર છે. ત્યારે જોઇએ અપૂર્વા જીતે છે કે કેમ.