નવી દિલ્હી: કેન્દ્રીય રમતગમત મંત્રાલયે રાષ્ટ્રીય પુરસ્કારો માટે ખેલાડીઓની યાદી તૈયાર કરી લીધી છે. જેમાં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ માટે રાજ્ય સરકારે રનર દૂતી ચંદના નામનો પ્રસ્તાવ મોકલ્યો હતો. જ્યારે ખેલ રત્ન માટે ક્રિકેટર હરભજન સિંહના નામની ભલામણ કરવામાં આવી હતી. પરંતુ મંત્રાલયે બન્ને ખેલાડીએનું નામ હટાવી દીધાં છે.



સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ પ્રમાણે સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ઇન્ડિયાના સૂત્રોએ જાણકારી આપી છે કે રાજ્ય સરકારે નોમિનેશન માટે નક્કી કરેલો સમય પૂરો થયા બાદ તેઓના નામ મોકલવામાં આવ્યા હતા. તેથી તેઓનું નોમિનેશન નકારી દેવામાં આવ્યું છે. આ સિવાય દુતી ચંદના મામલામાં અંતિમ તારીખ ઉપરાંત, મેડલોની સંખ્યા પણ રેન્કિંગના ક્રમમા નહોતી.




મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાને આપેલા નોમિનેશન માટે રેન્કિંગનો ક્રમ આપવા કહ્યું જેમાં તે પાંચમાં સ્થાન પર છે. તેથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે.