Sukhdev Singh Gogamedi: રાજધાની જયપુરમાં  હત્યાનો ભોગ બનેલા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડી લગભગ છ વર્ષ પહેલા ગેંગસ્ટર આનંદપાલના એન્કાઉન્ટર કેસ બાદ રાજસ્થાનમાં થયેલા વિરોધને કારણે ચર્ચામાં આવ્યા હતા. તે પછી તે ફિલ્મ પદ્માવતના વિરોધમાં પણ સૌથી આગળ હતા.


રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ઘોળે દિવસે થયેલી હત્યા બાદ રાજધાની જયપુરની શેરીઓમાં કરણીસેનાના કાર્યકર્તા રોડ પર ઉતર્યા હતા અને હત્યાનો વિરોધ કરતા જોવા મળ્યા.  કરણી સેનાના કાર્યકરો અને રાજપૂત સમાજના હજારો લોકો આ હત્યાકાંડના વિરોધમાં બહાર આવ્યા છે. જો કે સુખદેવ સિંહ ગોગામેડી પહેલાથી જ કરણી સેના સાથે સંકળાયેલા છે, પરંતુ તેઓ વર્ષ 2017માં રાજસ્થાનના ચુરુ જિલ્લામાં 'ગેંગસ્ટર આનંદપાલ'ના એન્કાઉન્ટર દરમિયાન અને ત્યારબાદ ફિલ્મ 'પદ્માવત'ના વિરોધ દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.


લગભગ 50 વર્ષીય સુખદેવ સિંહ ગોગામેડી હનુમાનગઢ જિલ્લાના ગોગામેડીનો રહેવાસી હતો. તેઓ લાંબા સમયથી કરણી સેના સાથે જોડાયેલા છે. પરંતુ આનંદપાલ એન્કાઉન્ટર કેસને લઈને રાજસ્થાનમાં થયેલા ઉગ્ર વિરોધ અને ફિલ્મ પદ્માવતને લઈને દેશભરમાં થયેલા હોબાળાને કારણે સુખદેવ સિંહ ગોગામેડી ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન તેમની દાદાગીરીના ઘણા વીડિયો વાયરલ થયા હતા, સમય જતાં  તેમના સમર્થકોની સંખ્યામાં વધારો થયો હતો.


બસપા તરફથી વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી


રાજપૂત સમાજના ઘણા યુવાનો તેમના વર્ચસ્વથી પ્રભાવિત થયા અને તેમને અનુસરવા લાગ્યા. સોશ્યિલ મીડિયામાં સુખદેવ ખૂબ જ લોકપ્રિય થયા. પરંતુ પાછળથી, કેટલાક મતભેદોને કારણે, તેમણે કરણી સેના છોડી દીધી અને અલગથી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની રચના કરી અને તેના પ્રમુખ બન્યા. આ પહેલા 2013માં સુખદેવ સિંહ હનુમાનગઢની ભદ્રા સીટથી બસપાની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ જીતી શક્યા ન હતા. તે પોતાના નિવેદનો અને વીડિયોને લઈને ઘણી વખત વિવાદોમાં રહ્યો હતા.


ધોળે દિવસે ઘરમાં ઘૂસી મારી ગોળી


મંગળવારે રાજધાની જયપુરના પોશ વિસ્તાર શ્યામ નગરમાં સુખદેવ સિંહ ગોગામેડીની ધોળે દિવસે હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરો તેમના ઘરમાં ઘૂસી ગયા હતા અને તેમના પર ગોળીઓ ચલાવી હતી. જેના કારણે સુખદેવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હુમલાખોરોએ સુખદેવને છાતી અને માથામાં ગોળી મારી હતી. જેના કારણે વધુ પડતું લોહી વહી જવાને કારણે તેનું મોત થયું હતું. હુમલાખોરો વિશે હજુ સુધી કોઈ સુરાગ મળ્યો નથી. પોલીસ તેમને શોધી રહી છે. લોરેન્સ ગેંગ સાથે સંકળાયેલા ગેંગસ્ટર રોહિત ગોદારાએ આ હત્યાની જવાબદારી લીધી છે.