SURAT : સુરતમાં થયેલા ડ્રાઇવિંગ લાઇસન્સ કૌભાંડમાં સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. બારોબાર લાયસન્સ મેળવનાર 10 લોકોના લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ પ્રથમવાર ઘટના બની છે કે 10 લોકોના ડ્રાઇવિંગ લાઇસન્સ કાયમ માટે રદ્દ કરવામાં આવ્યાં છે. હવે આ 10 લોકો નવું લાઇસન્સ પણ નહીં બનાવી શકે.  


સુરત RTOમાં થયેલ કૌભાંડ
આ સામગ્ર મામલો સુરત RTO કૌભાંડનો છે. RTO એજન્ટે 10 લોકોને બારોબાર લાયસન્સ ઈશ્યુ કરાવી આપ્યા હતા.આ લાઇસન્સ એવા લોકોને કઢાવી આપ્યા હતા જેમને ડાઇવિંગ પણ આવડતું નથી. RTOની  ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ બારોબાર લાયસન્સ કાઢી આપ્યા હતા. આગાઉ આ કેસમાં  3 એજન્ટ અને એક આરટીઓ ઇન્સ્પેક્ટરની ધરપકડ પણ કરવામાં આવી હતી. 


10 લોકોના લાઇસન્સ કાયમ માટે રદ્દ 
રાજ્યમાં પ્રથમ વખત કાયમ માટે લાઈસન્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વાહનમાલિકો હવે પછી રાજ્યની કોઈ પણ આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવી શકશે નહીં.સુરત RTOના ડ્રાઈવિંગ ટ્રેક પર વાહનની ટેસ્ટ આપ્યા ‌વિના લાયસન્સ કઢાવનારા 10 વાહન માલિકના લાયસન્સ કાયમ માટે રદ કરી દેવા નોટિસ અપાઇ છે. કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી સુરત RTO દ્વારા તમામ 10 લોકોને નોટિસ અપાઇ આવી છે કે તેઓના લાયસન્સ સસ્પેન્ડ થઇ ચુક્યા છે.


લાયસન્સ કૌભાંડમાં આ લોકોની થઇ હતી ધરપકડ
આરટીઓ દ્વારા કરવામાં આવતી પાકા લાયસન્સ માટેની પ્રક્રિયાના લુપહોલનો ફાયદો ઊંચકી 10 લોકોને બારોબાર ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરી દેવાના કૌભાંડમાં આરટીઓના 3 એજન્ટ અને એક ઇન્સ્પેકટરની ધરપકડ કરવામાં આવી હતી, જેમના નામ આ પ્રમાણે છે - 


1) નીલેશકુમાર ત્રિભોવનદાસ મેવાડા - RTO ઇન્સ્પેકટર, રહે.પાલનપુર કેનાલ રોડ


2) સાહિલ શાહનવાઝ વઢવાણીયા, RTO એજન્ટ, રહે.ઘોડદોડ રોડ, સુરત


3) ઇન્દ્રસિંહ ખુમાનસિહ ડોડીયા, RTO એજન્ટ, રહે.સિટીલાઈટ રોડ સુરત


4) જશ મેહુલ પંચાલ, RTO એજન્ટ, રહે.કેનાલ રોડ, પાલનપુર ગામ