સુરતઃ સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું હતુ. ફક્ત બે જ કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પવન સાથે ખાબકેતા ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. તે અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
ભારે વરસાદથી ઉમરપાડાથી કેવડી, ઝંખવાવ જતો માર્ગ બંધ થયો હતો. તે સિવાય કોસંબા માંગરોળ સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત માંગરોળમાં પોણા 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થયો હતો. ધોધમાર વરસાદને પગલે વીરા નદીમાં ઘોડાપુર આવ્યા હતા. ઉચવાણ ગામમાં માત્ર દોઢ કલાકમાં જ 11 ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઘરોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મેઘરાજા અટકવાનું નામ લઈ રહ્યાં નથી ત્યારે ફરી દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ તુટી પડ્યો હતો. સુરતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સુરત જિલ્લાના ઉમરપાડામાં માત્ર 2 કલાકમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ઉમરપાડામાં આભ ફાટતા જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તો પાક નિષ્ફળ જવાની ભીતિને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાઇ ગયા છે.
દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અનારાધાર વરસાદથી સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ગ્રામ્યમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં બપોરના 2થી 4 વાગ્યા સુધીમાં 11 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો તો માંગરોળ તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે.
ભારે વરસાદથી ઉમરપાડાના ચિતલડા અને ખાંભા બંગલીને જોડતે કોઝ-વે બંધ થઈ ગયો હતો. કોઝવે પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર બંધ થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો વીરા નદીમાં ઘોડાપુર આવ્યું છે. ઉમરપાડા તાલુકાના ઉચવાણ ગામે ભાર વરસાદથી રસ્તા પર પાણી ભરાતા બજારોમાં નદી વહેતી થઇ છે.
દક્ષિણ ગુજરાતના આ શહેરમાં બે કલાકમાં 11 ઈંચ વરસાદ, આખું શહેર જળબંબાબાકાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Sep 2020 07:44 AM (IST)
આ શહેરમાં આભ ફાટ્યું હતુ. ફક્ત બે જ કલાકમાં ઉમરપાડામાં 11 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. પવન સાથે ખાબકેતા ભારે વરસાદથી મુખ્ય બજારોમાં પણ પાણી ભરાઇ ગયા હતા
- - - - - - - - - Advertisement - - - - - - - - -