સુરત: શહેરના કાપોદ્રા વિસ્તારમાં 17 વર્ષિય કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. 29 વર્ષય બુધા નામના વ્યક્તિએ લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચાર્યું હતું. કાપોદ્રા પોલીસે પોસ્કો 376 હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતની આ કંપનીમાં બ્લાસ્ટ બાદ લાગી આગ, 6 કામદારો જીવતા ભૂંજાયા
ભરૂચ: દહેજની ઓમ ઓર્ગેનિક કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમ્યાન બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી હતી. જેમા 6 કામદારો ગંભીર રીતે દાઝી જતા તેમના નિપજ્યા છે. આગની આ ઘટના મોડી રાત્રે બની હતી. આ દુર્ઘટના બાદ ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે રાત્રે 12.30થી 1 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. હાલમાં મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે મોકલાયા છે. આ કંપની એક -દોઢ વર્ષની કાર્યરત છે. હાલ આગ પર કાબુ મેળવી લેવાયો છે.
ખંભાતમાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત
સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. દેશમાં અને રાજ્યમાં ઠેર-ઠેર શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો કે આ આસ્થાના ઉત્સવ વચ્ચે રાજ્યમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ખંભાતમાં રામનવમીના પર્વે નીકળેલી શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. ખંભાતના શક્કરપુરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારામાં એકનું મોત થયું છે. આ ઘટનાને લઈને ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. મોટી સંખ્યામાં પોલીસના ધાડા ઉતારી દેવામાં આવ્યા છે.પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ પણ કરવામાં આવ્યું છે.
ખંભાત જૂથ અથડામણમાં એક આધેડનું મોત થયું છે. હાલ મૃતકની ડેડ બોડી પેટલાદ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં રાખવામાં આવી છે. મૃતકની ઓળખ બાકી છે. ખંભાત પોલીસ દ્વારા આધેડની ઓળખ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા મોત થયાનું અનુમાન છે.
