સુરત: છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં વધુ 191 લોકો કોરોના સંક્રમિત થયા છે. ગ્રામ્યમાં નવા 31 કેસ નોંધાયા છે. જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 45 હજાર 391 પર પહોંચી છે. કોરોના સંક્રમણના કારણે સુરત શહેરમાં આજે વધુ ત્રણ લોકોના મૃત્યુ થયા છે.


સુરત શેહરમાં આજે નવા 191 કેસ નોંધાયા છે, જેની સામે આજે 214 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. સુરત જિલ્લામાં નવા 31 કેસ નોંધાયા છે, જેની સામે 62 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 42 હજાર 755 લોકો સંક્રમણમુક્ત થયા છે.

રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.56 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 201580 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.