સુરત સહિત ગુજરાતમાં થોડા મહિનાઓ અગાઉ ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં સ્કૂલ વેન અને ઓટો સામે કડક નિયમો કરવામાં આવ્યાં હતાં જોકે આ નિયમોને જાણે ઓટોવાળા ઘોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. ઘેટાં બકરાંની જેમ ઓટોમાં બાળકોને સ્કૂલ લઈ જવામાં અને મુકવામાં આવી રહ્યાં હોય તેમ 20 જેટલા માસૂમ બાળકો રિક્ષામાં નીકળ્યાં હતાં.
ઓટોમાંથી 20 બાળકો નીકળવા અંગે ઓટો ડ્રાઈવરની તો બેદરકારી છે જ પરંતુ જાણકારોના મતે આ સમગ્ર વાયરલ થઈ રહેલા વીડિયોને જોતાં વાલીઓ અને સ્કૂલ સંચાલકોની પણ એટલી જ બેદરકારી છે. કારણ કે અગાઉ જ તંત્ર દ્વારા વાલીઓ અને સ્કૂલ સંચાલકોને બાળકોના પરિવહન અંગેની ગાઈડ લાઈન આપી દેવામાં આવી હોવા છતાં બાળકોના જોખમે આ રીતે રિક્ષામાં મુસાફરી કરાતી હોવાનો વીડિયો સામે આવ્યો છે.