સુરતઃ શહેરના ડીંડોલી વિસ્તારમાં 20 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આર્થિક સંકડામણને કારણે બ્યુટી પાર્લરની સંચાલકે આપઘાત કર્યો છે. કરાડવા રોડ પાસે આવેલ સાકર પેલેસમાં રહેતી ૨૦ વર્ષીય ઋતુજા ઘરે જ પાર્લરનું કામ કરતી હતી. બ્યુટી પાર્લરનું કામકાજ ચાલતું ન હોવાથી ઋતુજા વારંવાર માનસિક તાણ અનુભવતી હતી.
અંતે માનસિક તણાવમાં આવી પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરવાની કોશિશ કરી હતી. હોસ્પિટલમાં દાખલ કરતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સિવાય લિંબાયત વિસ્તારમાં પણ 35 વર્ષીય યુવાને આપઘાત કર્યો છે. આર્થિક સંકડામણથી કંટાળી ચતુરભાઈ પીતાંબર શિંદેએ આપઘાત કર્યો છે. ચતુર શિંદે નારાયણ નગર ઇન્ડસ્ટ્રીયલ પાસે આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતો હતો.
સુરતઃ બ્યુટીપાર્લરનું કામ કરતી 20 વર્ષીય યુવતીએ કેમ કરી લીધો આપઘાત? કારણ જાણીને ચોંકી જશો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Aug 2020 09:57 AM (IST)
કરાડવા રોડ પાસે આવેલ સાકર પેલેસમાં રહેતી ૨૦ વર્ષીય ઋતુજા ઘરે જ પાર્લરનું કામ કરતી હતી. બ્યુટી પાર્લરનું કામકાજ ચાલતું ન હોવાથી ઋતુજા વારંવાર માનસિક તાણ અનુભવતી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -