કોંગ્રેસમાં ગાબડું: દક્ષિણ ગુજરાતમાં આ જિલ્લાના 2000 જેટલા કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Oct 2020 12:23 PM (IST)
રાજ્યના આદિજાતિ મંત્રી રમણ પાટકરે ખેસ પહેરાવી કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યાં હતાં.
વલસાડઃ હાલ ગુજરાતમાં પેટા ચૂંટણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું હતું. ઉમરગામના ધોળી પાડા ખાતે સરીગામ અને બાજુના ગામના 2000 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા હતાં. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કોંગ્રેસમાં મસમોટું ગાબડું પડ્યું હતું. ઉમરગામના ધોળી પાડા ખાતે સરીગામ અને બાજુના ગામના 2000 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાતાં કોંગ્રેસમાં હડકંપ મચી ગયો હતો. મહત્વની વાત એ છે કે, રાજ્યના આદિજાતિ મંત્રી રમણ પાટકરે ખેસ પહેરાવી કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં સામેલ કર્યાં હતાં. કપરાડા વિધાન સભાની પેટા ચૂંટણી પહેલા જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.