સુરતઃ કોરોનાની મહામારી વચ્ચે સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલ મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે. ડ્રેનેજ લાઈનમાં મોટો ખાડો પડી જતાં એપાર્ટમેન્ટના RCC રોડમાં તિરાડો પડી ગઈ હતી. જેના કારણે પાલિકાએ નોટિસ ફટકારી હતી.


સુરતના પાલનપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ એપાર્ટમેન્ટના રહીશોને ફ્લેટ ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જેના કારણે રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. ડ્રેનેજ લાઈનના મોટો ખાડો પડી જતાં એપાર્ટમેન્ટના RCCમાં તિરાડ પડી હતી. જમીન ધસી જતાં મસમોટી તિરાડો પડતાં પાલિકાએ કામગીરી શરૂ કરી હતી.

ડ્રેનેજ કામગીરી દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ખાલી કરવા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. ફ્લેટ હોલ્ડરની પાલિકાને રજૂઆત કરવામાં આવી હતી. એપાર્ટમેન્ટને કોઈ મોટું નુકશાન ન હોય તો પાલિકા આ નોટિસ પરત લે તેવું રહીશો દ્વારા કહેવામાં આવ્યું હતું.

મહત્વની વાત એ છે કે, પાલનપુર વિસ્તારના મંગલમૂર્તિ એપાર્ટમેન્ટ પાસે ડ્રેનેજ લાઈનમાં મોટો ખાડો પડી જતાં દોડધામ મચી ગઈ હતી. દિવાલોમાં મસમોટી તિરાડો પડી જતાં પાલિકા કમિશ્નર અને મેયર ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.