સુરતઃ ગુજરાતમાં ઓક્ટોબરની શરૂઆતમાં કોરોના કાબુમાં આવી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યુ છે.  આજે રાજ્યમાં 1343 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3490 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,789   એક્ટિવ કેસ છે, જ્યારે 1,21,119 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,698 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,41,398 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, બનાસકાંઠામાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, નર્મદામાં 1, સુરતમાં 1, વડોદરામાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી  કુલ 12  લોકોના મોત થયા હતા.

સુરતની શું છે સ્થિતિ

સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાના 173 કેસ નોંધાયા હતા અને 181 લોકો ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે સુરતમાં 104 કેસ સામે આવ્યા હતા ને 118 લોકો કોરોના મુક્ત થયા હતા. આજ રોજ સુરતમાં કોરોનાના નવા નોંધાયેલા કેસ કરતાં વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.

રાજ્યમાં કેટલા લોકો છે ક્વોરેન્ટાઈન

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,68,988 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,95,221 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 466 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ