સુરત: સુરત જિલ્લામાં કોરોના વાયરસ જિલ્લામાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે. આજે વધુ 246 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરત શહેરમાં 207 જયારે ગ્રામ્ય વિસ્તારમાં 39 દર્દીઓ નોંધાયા છે. આજે સુરત શહેરમાં વધુ 2 લોકોના મોત થયા છે.


શહેરી વિસ્તારમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ સુરત મહાનગરપાલિકા માટે ચિંતાનો વિષય છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ 207 લોકો થયા સંક્રમિત તો ગ્રામ્યમાં નવા 39 કેસ નોંધાયા. વધુ બે લોકોના મૃત્યુની સાથે કુલ 906 લોકોના મોત થયા છે.

સુરતમાં આજે 296 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે.

સુરત શહેરમાં આજે 235 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે સુરત જિલ્લામાં આજે 53 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1540 કેસ નોંધાયા હતા.  રાજ્યમાં આજે વધુ 13 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4031 પર પહોંચ્યો છે. રાજ્યમાં આજે કુલ 1427 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 91.16 ટકા છે.