સોશલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કરતા આ નેતાઓ અને ઉદ્યોગપતિએ સુરતના બારડોલિના પરિવાર પાસેથી શીખ લેવાની જરૂર છે. બારડોલીમાં કોરોના કાળને ધ્યાને રાખીને સાદગીપૂર્ણ રીતે લગ્ન કરવામાં આવ્યા.


લગ્નપ્રસંગમાં બચત થયેલ રૂપિયામાંથી ગોયલ પરિવારે ત્રણ લાખ રૂપિયા પ્રધાનમંત્રી કેર ફંડમાં સહાય રૂપે આપી ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે. બારડોલી નગરમાં રેહતા મૂળ રાજસ્થાની ગોયલ પરિવારે સમાજને તેમજ નેતાઓને રાહ ચીંધતું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બારડોલી નગર માં રેહતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા સુરેશ ગોયલના દીકરાના ૨૫ નવેમ્બર ના રોજ લગ્ન નિર્ધારિત હતા, કોરોનાની ગાઈડલાઈન મુજબ તે સમયે ૨૦૦ લોકોને લગ્ન પ્રસંગમાં બોલાવી શકાય એમ હતું. જોકે સુરેશ ગોયલે કોરોના મહામારીનું ધ્યાન રાખી માત્ર પોતાના તથા પરિવારના માત્ર ૫૦ લોકોને બોલાવ્યા હતા.

એકના એક દીકરાના લગ્નમાં આમંત્રિત મહેમાનોને બાફ લેવાનું મશીન, સેનેટાઈઝર અને પી એસ લેવલ વધારતી પાણીની બોટલ પણ ગીફ્ટમાં આપી અને પોતાના દીકરાના લગ્નમાં થયેલી બચતના પૈસામાંથી ૩ લાખ રૂપિયા પીએમ કેર ફંડમાં જમા કરાવ્યા હતા.

ગોયલ પરિવારે સોશિયલ મીડિયાના જમાનામાં આખા લગ્નનું લાઈવ કવરેજ સોશિયલ મીડિયા પર કર્યું હતું અને ૩૦૦૦થી વધુ સગા સબંધી અને મિત્રો એ આ લગ્ન સોસીયલ મીડિયા પર હાજરી આપી હતી.