બારડોલીના મઢીમાં રાજસ્થાનથી આવેલ 15 વર્ષીય કિશોરનો કેસ પોઝિટીવ આવ્યો છે, જ્યારે સુરાલી ગામે એક જ પરિવાર 3 સભ્યોના કેસ મળી કુલ ચાર કેસ નોંધાયા છે.
સુરતના કામરેજમાં કોરોનાના નવા આઠ પોઝિટીવ કેસ નોંધાયા. કામરેજના પાસોદ્રા ગામમાં ચાર અને કઠોદ્રા ગામમાં કોરોનાના ચાર પોઝિટીવ કેસ નોંધાયા છે. તમામ પોઝિટીવ કેસ પરિવારજનોના સંપર્કમાં આવ્યા હતા. એક સાથે આટલા કેસ આવતા આરોગ્ય વિભાગની ટીમે કામગીરી હાથ ધરી છે.