ડાંગના વઘઈમાં ખાતે ગઈકાલ 142 મીમી, આહવામાં 117, સાપુતારામાં 100 અને સુબીરમાં 78 મીમી વરસાદ નોંધાયો હતો. વાલોડમાં 32 અને વ્યારામાં 30 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે સવારે છ સુધીના વીતેલા 24 કલાકમાં વ્યારા 35, વાલોડ 32, સોનગઢ 30 મીમી વરસાદ નોંધાયો હતો.
છેલ્લા ત્રણ દિવસથી ડાંગમાં આભ ભાટ્યું છે. ત્રણ દિવસમાં ડાંગમાં 25 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને લઈને ડાંગ જિલ્લાની તમામ નદીઓ બે કાંઠે જોવા મળી છે. જ્યારે કુદરતી સૌંદર્ય પણ ખુલી ઉઠ્યું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન કપરાડામાં 4 ઈંચ, ધરમપુરમાં અઢી ઈંચ, વાપી બે ઈંચ, ઉમરગામ-પારડીમાં એક-એક ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વલસાડમાં એક ઈંચ સુધીના વરસાદમાં મુખ્ય માર્ગો ઉપર પાણી ફરળતા લોકો પરેશાન થયા હતા.
એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. ભારે વરસાદને લઈને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે સાથે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.