Latest Surat News: મેડિકલના અભ્યાસ માટે વિદેશ ફિલીપાઇન્સ ગયેલા ભારતના અનેક વિદ્યાર્થીઓએ હાલ મુશ્કેલીમાં મુકાયા છે. દેશમાં મેડિકલ ક્ષેત્રના મોંઘા ભણતરને લઈ વાલીઓએ પોતાના બાળકને વિદેશ ફિલીપાઇન્સ ભણવા મોકલ્યા હતા. વર્ષ 2019 -20 -21ના 13 હજાર થી વધુ અને ગુજરાતના 3 હજાર સાથે સુરતના 400 થી વધુ વિદ્યાર્થીઓ હાલ ગેજેટની માયાજાળમાં મુશ્કેલીમાં મુકાયા છે. ફિલિપાઇન્સમાં મેડિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ગેજેટ પહેલાના એડમિશનવાળા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરવામાં આવી છે. જેને લઈને વિદ્યાર્થીઓની સાથે વાલીઓ પણ ચિંતામાં મૂકાયા છે.



13 હજારથી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવામાં આવ્યા


ભારતથી મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સ ગયેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. ફિલિપાઇન્સના ભારતના 13,000 થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મનાઈ કરવામાં આવી રહી છે. જેને લઈને મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અટવાવનો વારો આવ્યો છે. વિદેશમાં વિદ્યાર્થીઓ અટવાતા વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે.





ફિલિપાઈન્સમાં સુરતના 400થી વધુ વિદ્યાર્થીઓ

​​​​​​​ફિલિપાઈન્સમાં દેશના 13000થી વધુ વિદ્યાર્થીઓનાં ભવિષ્ય દાવ પર લાગ્યા છે. ગુજરાતના અંદાજે 3000 થી વધુ વિદ્યાર્થીઓ સહિત સુરતના 400થી વધુ વિદ્યાર્થીઓ મેડિકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અટવાયા છે. મેડિકલના અભ્યાસ માટે ફિલિપાઇન્સમાં વર્ષ 2019 -20 અને 21 માટે વિદ્યાર્થીઓને NEXTની પરીક્ષામાં બેસવાની મનાઈ ફરમાવાઈ છે.

 ભારત દેશના મેડિકલ અભ્યાસ માટે ફિલિપાઇન્સમાં ગયેલા વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી અભ્યાસ કરે છે જેમાંના 13,000 થી વધુ વિદ્યાર્થીઓ સરકારના બદલાયેલા ગેજેટ નિયમને લઈ મુશ્કેલીમાં મુકાયા છે. ગેજેટના ચક્કરમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગ્યું છે. નેશનલ મેડિકલ કમિશન દ્વારા 18 નવેમ્બર 2021 પછી તબીબી શિક્ષણ નીતિને નિયંત્રણ કરવા માટે ગેજેટમાં ફેરફાર કરી નવું બહાર પાડ્યું હતું. અત્યારે 18 નવેમ્બર પહેલા ફોરેનમાં ગયેલ મેડિકલ વિદ્યાર્થીઓનો આ ગેજેટમાં સમાવેશ કરવામાં આવ્યો નથી જેથી તેમને ત્રણ વર્ષ અભ્યાસ કર્યા બાદ ફાઇનલ પરીક્ષા આપવામાં મનાઈ ફરવામાં આવી રહી છે.




  
ફિલિપાઇન્સમાં પરીક્ષા ન આપવા દેવાતા વિદ્યાર્થીઓની સાથે દેશમાં વાલીઓ ચિંતામાં મુકાયા છે. વાલીઓએ માંગ કરી છે કે મેડિકલ અભ્યાસ માટે 18 નવેમ્બર 2021 પહેલા ફોરેન ગયેલા વિદ્યાર્થીઓને આ ગેજેટમાંથી વન ટાઈમ રાહત આપવામાં આવે જેથી તેઓ પરીક્ષા આપી શકે અને તેઓનું ભવિષ્ય પણ ન બગડે. વાલીઓએ આ પ્રકારની સરકારને જુદી જુદી રીતે રજૂઆત કરી છે પરંતુ તેમની કોઈ જ રજૂઆત સાંભળવામાં આવતી નથી. જેને લઈને વિદેશમાં વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે તો બાળકોની ચિંતાને લઇને હજારો કિલોમીટર દૂર દેશમાં બેસેલા તેના વાલીઓ પણ ગેજેટની દોડાદોડ કરીને ચિંતા કરી રહ્યા છે.

ગેજેટના ચક્કરમાં વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવાની મંજૂરી ના મળતા વાલીઓમાં રોષ પ્રવૃતિ રહ્યો છે.વાલીઓએ કહ્યું કે, લોન લઈ, મકાન વેચી બાળકોને ભણાવવા વિદેશ મોકલ્યા છે. ભારત દેશમાં મેડિકલ ક્ષેત્ર મોંઘુ હોવાથી વિદેશ મોકલવા પડ્યા છે. દોઢથી બે કરોડ રૂપિયા ભારતમાં મેડિકલ અભ્યાસ પાછળ ખર્ચવો પડે છે. તેમ છતાં પણ એડમિશન મળતું નથી. ફિલિપાઇન્સમાં 20 લાખમાં બાળકોને અભ્યાસ થતો હોવાથી મોકલવાની ફરજ પડી હતી. પરંતુ સરકાર ગેજેટના નિયમોમાં ફેરફાર લાવી અમારા બાળકોનું ભવિષ્ય દાવ પર લગાડ્યું છે. ગવર્મેન્ટ એમને લોન આપી છે. કેટલી લોનો લઈને ત્યાં ભણવા મોકલ્યા છે. જો અમારા બાળક ભણી જ નહીં શકે તો અમારે આ લોન ભરીશું કઈ રીતે