સુરત: સુવાલી દરિયામાં 5 યુવાનો ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. અત્યાર સુધીમાં 5 યુવાનો પૈકી 3 યુવાનોને બહાર કાઢવામાં આવ્યા છે. બહાર કાઢવામાં આવેલ 3 યુવાનો પૈકી 2 યુવાનના મોત છે, જ્યારે 1 યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો છે. જો કે હજૂ પણ 2 યુવાનો દરિયામાં લાપતા છે. ફાયર વિભાગની ટીમ ગુમ યુવાનોની શોધખોળ કરી રહી છે.


દરિયામાં ડૂબેલા 5 યુવાનોની વિગત


1. સાગર પ્રકાશ સાલવે,ઉ.વ.23 મોત


2. અકબર યુસુફ શેખ. ઉ.વ.22 મોત


3. વિકાસ દિલીપ સાલવે,ઉ.વ.22 જીવિત બહાર કઢાયો, સારવાર હેઠળ


4. સચિન રામકુમાર જાતવ,ઉ.વ.22 લાપતા


5. શ્યામ સંજય સાઉદકર ઉ.વ.22 લાપતા


કરજણ નદીમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબ્યા, રેસ્કયૂ ઓપરેશન શરૂ


નર્મદા: માંડણ ગામે આવેલ કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબતા ખળભળાટ મચી ગયો છે.  ગઈ કાલે રવિવાર હોવાથી આ પરિવાર માંડણનાં નદી કિનારે ફરવા ગયો હતો. ગઈ મોડી સાંજે એક મહિલાનો મૃત દેહ મળ્યો હતો જ્યારે આજે અન્ય 3 મૃતદેહ મળ્યા છે. પરિવારના અન્ય એક સભ્યની શોધ ખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને  NDRFની ટિમોએ સવારથી જ રેસ્કયૂ ઓપરેશન શરૂ કરી દીધુ છે.


લુણાવાડામાં ટ્રકે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના 4 લોકોના મોત
મહીસાગર: લુણાવાડા ચાર કોસીયા નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે બાઈક પર સવાર ચાર લોકોને કચડયા હતા જેમાં એક પુરુષ-મહિલા અને બે બાળકોના મૃત્યુ થયા હતા. એક જ પરિવારના પતિ પત્ની અને બે બાળકોના મોત થતા શોકનો માહોલ ફેલાયો છે. સાથે જ લુણાવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. કાળમુખા ટ્રકે ચાર લોકોનો ભોગ લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.