હાલ સમગ્ર ભારતમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકારે ધીરે ધીરે કરીને ધંધા શરૂ કરવાની છૂટ આપી રહી છે. સમગ્ર દેશમાં ધીરે ધીરે ધંધા-રોજગાર શરૂ થતાં લોકો પોતાના વતનેથી નોકરી માટે પરત ફરી રહ્યાં છે ત્યારે ઓડીસાથી સુરત પરત ફરી રહેલા પાવરલુમના કામદારોની બસને અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 8 કામદારોના મોત નિપજ્યાં છે. અકસ્માત સર્જાતાં હાઈવે પર ટ્રાફિમ જામ સર્જાયો હતો. ઘટના જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.


કોરોનાને કારણે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને કામદારો પોતાના વતને પહોંચ્યા હતાં. ત્યારે ધીરે ધીરે સરકારે છૂટછાટ આપતાં મજૂરો ધંધા-રોજગારી માટે પરત ફરી રહ્યાં છે ત્યારે ઓડીશાથી સુરત પરત ફરી રહેલા પાવરલુમ કામદારોની બસને ટ્રક સાથે અકસ્માત સર્જાયો છે. જેમાં 8 કામદારોના મોત નિપજ્યાં છે.

આ અકસ્માત છત્તિસગઢના રાયપુર નજીક સર્જાયો હતો. અકસ્માત સવારે 3.30 વાગે સામેથી આવતી ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. 59 કામદારને ઓડીસાના ગંજમ જીલ્લાથી લઈને લક્ઝરી બસ સુરત આવી રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.