સુરતઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,366 એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.
હાલ રાજ્યમાં સૌથી વધારે કેસ ડાયમંડ નગરી સુરતમાં નોંધાઈ રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે કોરોનાના 185 અને સુરતમાં 82 કેસ નોંધાયા હતા. કુલ મળીને સુરતમાં 277 કેસ નોંધાયા હતા. સુરત કોર્પોરેશનમાંથી 332 અને સુરતમાંથી 56 મળી 388 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
સુરતમાં 2 અને સુરત કોર્પોરેશનમાં 4 મળી આજે કુલ 6 લોકોના મોત થયા હતા. રાજ્યમાં આજે થયેલા કુલ 16 લોકોના મોત થયા હતા.
કોરોના અપડેટઃ સુરતમાં આજે કેટલા નોંધાયા કેસ, કેટલા લોકોના થયા મોત, કેટલા લોકોએ આપી કોરોનાને મ્હાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Sep 2020 08:02 PM (IST)
સુરત કોર્પોરેશનમાંથી 332 અને સુરતમાંથી 56 મળી 388 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -