સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ વરસાદે માજા મુકી છે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. શનિવારે માત્ર ત્રણ કલાકમાં જ ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.
શનિવારે સુરત જિલ્લાના ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું.જ્યારે ઉપરવારસમાં અને ઉમરપાડામાં ધોધમાર વરસાદ ખાબકતાં આસપાસની નદી અને નાળાઓ છલકાતાં લોકો જોવા ઉમટી પડ્યાં હતાં. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશાલી જોવા મળી હતી અને બજારમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખરીદી કરવા ગયેલા લોકો લોકો ફસાઈ ગયા હતાં.
ઉમરપાડા તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં 230 મીમી વરસાદ નોંધાયો હતો. માત્ર 3 કલાકમાં અધધ 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે નદી-નાળામાં નવા નીર આવ્યા હતાં. માત્ર 10 કિલોમીટરની ત્રીજ્યામાં જ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતના આ શહેરમાં માત્ર ત્રણ કલાકમાં જ અધધ 9 ઈંચ વરસાદ ખાબક્યો, નદી-નાળા છલકાતાં લોકો જોવા ઉમટ્યાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Jun 2020 09:50 AM (IST)
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ હતી. સુરત જિલ્લાના ઉમરપાડામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. શનિવારે માત્ર ત્રણ કલાકમાં જ ઉમરપાડામાં 9 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -