સુરતઃ શહેરના પાંડેસરા વિસ્તારમાં યુવતી સાથે છેલ્લા ચાર મહિનાથી લિવ-ઇન-રિલેશનમાં રહેતા યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૂળ મહારાષ્ટ્રના પંકજ ભાનુદાસ પાટીલ(ઉં.વ.30)ને પત્ની સાથે છૂટાછેડા પછી એક યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. પ્રેમસંબંધ આગળ વધતા તેઓ છેલ્લા 4 મહિનાથી લિવ-ઇનમાં રહેવા લાગ્યા હતા.
પાંડેસરાના વડોદગામ સ્થિત ફ્લેટમાં બુધવારે રાત્રે પંકજે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પંકજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી હતો. એક વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થયા હતા. આ પછી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી વડોદગામમાં લિવ-ઇનમાં રહેતો હતો. તેમજ ટેમ્પો ચલાવીને ગુજરાન ચાવતો હતો.
પંકજના આપઘાત પાછળ આર્થિક તંગી જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી તે મકાનનું ભાડું પણ આપી શક્ય નહોતો. તેમજ લાઈટ બિલ ન ભરી શકતા વીજ લાઇન કપાઈ ગઈ હતી. જોકે, સાચી હકીકત તપાસ દરમિયાન જાણવા મળશે. આ અંગે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતઃ યુવકને યુવતી સાથે બંધાયા સંબંધ ને યુવતી સાથે રહેવા લાગ્યો લિવ-ઇન-રિલેશનમાં, ને પછી......
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Dec 2020 04:21 PM (IST)
પાંડેસરાના વડોદગામ સ્થિત ફ્લેટમાં બુધવારે રાત્રે પંકજે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પંકજ મૂળ મહારાષ્ટ્રના જલગાંવનો રહેવાસી હતો. એક વર્ષ પહેલા જ તેના છૂટાછેડા થયા હતા. આ પછી તે એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો અને છેલ્લા ચાર મહિનાથી વડોદગામમાં લિવ-ઇનમાં રહેતો હતો.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -