ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની થશે એન્ટ્રી, જાણો કયા દિગ્ગજ નેતાએ આપ્યું આ મોટું નિવેદન?

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઓવૈસી( AIMIM) સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવવા ના પ્રયાસો કરીશું, તેમ પણ વસાવાએ જણાવ્યું હતું.

Continues below advertisement
ભરૂચઃ ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની એન્ટ્રી થશે, એવું ભારતીય ટ્રાયબલ પાર્ટીના નેતા અને ધારાસભ્ય છોટુ વસાવાએ નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા ઓવૈસી( AIMIM) સાથે ગઠબંધન કરી ચૂંટણીઓ લડીશું, તેમ છોટુ વસાવાએ જણાવ્યું હતું. આગામી ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હરાવવા ના પ્રયાસો કરીશું, તેમ પણ વસાવાએ જણાવ્યું હતું. વસાવાએ જણાવ્યું હતું કે, સરકાર જ નક્સલવાદી છે. કોઈ અહીંયા નક્સલવાદી કે આતંકવાદી નથી. ઇકો સેન્સેટિવ ઝોન સામે અદિવાસીઓને બચાવવાની બીટીપીની ભૂમિકા રહેશે. ખેડૂતો મુદ્દે વસાવાના સરકાર પર પ્રહારનો એક મહિનો થયો. કોર્પોરેટ સેકટર સરકારને ગાઈડ કરે છે. સરકાર ઉધોગોના હાથનું રમકડું છે. મીડિયાના કારણે દેશના લોકો ભોગવી રહ્યા છે.
Continues below advertisement
Sponsored Links by Taboola