સુરત: શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રુવાડા ઉભા કરી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક શ્રમિક પરિવારની છ વર્ષની દીકરીને ડામ આપવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં બાળકીને હોસ્પિટલે ખસેડવામાં આવી છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે સામે આવલી વિગતો અનુસાર સાહિલ નામના વ્યક્તિએ બાળકી પર ચોરીનો આરોપ મૂકી ડામ આપ્યા હતા. સેન્ડવીચ ગરમ કરવાના મશીનથી બાળકીને ડામ અપાયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટના અંગે સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિયરક્રમ કોઝવેમાંથી અજાણી વ્યક્તિનો મૃતદેહ મળી આવતા મચી ગયો હડકંપ
વિયરક્રમ કોઝવેમાંથી અજાણી વ્યક્તિની લાશ મળી આવતા હડકંપ મચી ગઇ છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. સુરત ચોક બજાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પોસ્ટમોર્ટમ આવ્યા બાદ વ્યક્તિનું કેવી રીતે મોત થયું તેની સ્પષ્ટતા થઇ શકશે, હાલ પોલીસે હત્યા કે આત્મહત્યાના અનુમાન સાથે વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં એક જ પરિવારનો સામૂહિક આપઘાત, માતા-દીકરીનું મોત, પિતા-પુત્રની સ્થિતિ ગંભીર
સુરતમાં સામૂહિક આત્મહત્યાના પ્રયાસમાં માતા અને દીકરીનું મોત થયું હતું. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક જ પરિવારના સામૂહિક આપઘાત પ્રયાસમાં અત્યાર સુધી માતા અને પુત્રીનું મોત થયું હતું જ્યારે પિતા અને પુત્રની હાલત ગંભીર છે. આર્થિક સંકડામણના કારણે પરિવારે આપઘાત કર્યો હોવાની માહિતી મળી રહી છે.
AAPમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટરનું પરાક્રમ
સુરતમાં કોર્પોરેટરનું બાંકડા કૌભાંડ સામે આવ્યું છે. અહીં કોર્પોરેટરે ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા પોતાના ઘરે ટેરેસ પર લગાવી દેતા વિવાદ સર્જાય છે. જાણીએ શું છે મામલો સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું બાકડા કૌભાંડ બહાર આવ્યું છે. અહીં સરકારી ગ્રાન્ટમાંથી લીધેલા બાંકડા કોર્પોરેટરે પોતાના ઉપયોગ માટે ઘરના ટેરેસ પર મૂકી દીધા હતા. આ બાકડાંનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવ્યો છે. ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા બાંકડા પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે ટેરેસ પર ચઢાવી દેતા વિવાદ સર્જાયો હતો.
ગ્રાન્ટની રકમમાંથી ખરીદેલા ત્રણ બાંકડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ આ ઘટનાનો અહેવાલ એબીપી અસ્મિતા પર પ્રસારિત થયો હતો બાદ કોર્પોરેટર દોડતા થયા હતા અને તાબડતોબ બાંકડાને ઘરના ટેરેસ પરથી હટાવ્યાં હતા. જો કે બાદ તેમણે આ સમગ્ર મામલે બચાવ કરતા જણાવ્યું હતું કે, બિલ્ડીંગમાં કોઈને ત્યાં પ્રસંગ હતો તેથી બાકડા ટેરેસ પર મુકાયા છે, હવે ઉતારી દેવામા આવ્યાં છે.