સુરત : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ છે. સુરતમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરત મનપા કમિશનરે નવું ફરમાન બહાર પાડ્યું છે. સુરતમાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ દુકાનધારકોએ માસ્ક નહી પહેરવા પર 5 હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે.


સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ તમામ દુકાનધારકોને ચુસ્તપણે માસ્ક પહેરવા સૂચન આપવામાં આવ્યું છે. દુકાનમાં માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ ન આપવા કે માલનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી છે.

જો આ સૂચનાનું પાલન કરવામાં બેદરકારી જણાશે તો સુરત મનપા દ્વારા 5 હજાર રૂપિયાનો દંડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સુરતમાં વધી રહેલા કોરોનાના કહેરને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.