સુરતમાં ફટાકડાની દુકાનમાં ભીષણ આગ લાગતા ભાગદોડ મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, સુરતના મોરા ભાગળની વિસ્તારની ફટાકડાની દુકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સી.કે.ક્રેકર્સ નામની ફટાકડાની દુકાનમાં આગ લાગી હતી. આગની ઘટનાની જાણ થતા પાંચથી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. કોઇ જાનહાનિ થયાના સમાચાર નથી.


દુકાનમાં આગને પગલે આસપાસ ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.


Gujarat Election 2022: ગુજરાત કોંગ્રેસના આ દિગ્ગજ મહિલા નેતાએ 125 સીટ જીતવાનો કર્યો દાવો, ભાજપને લઈ કહી આ વાત


Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. આ દરમિયાન ગુજરાત કોંગ્રેસના નેતા ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ભાજપ ચૂંટણીથી ભાગી રહી છે, પણ મુદત પુરી થઇ ગઈ છૅ એટલે સમય મર્યાદામા એમને ચૂંટણી આપવી પડે. હિમાચલની ચૂંટણી જાહેર કરી તો એ દિવસે ગુજરાતની પણ ચૂંટણી જાહેર કરી દેવી જોઈએ. હજુ એમને ક્યાંક લોકોને વાયદા આપવાના 27-30 વર્ષ આપ્યા હજુ બીજા વાયદાઓ કરશે. આ બધું થાળે પાડી પછી જો એમને એવુ લાગે કે હવે શામ દામ દંડ ભેદથી હવે કંઈક સુધારામાં છે એટલે તારીખોની જાહેરાત કરશે. અમે કોંગ્રેસ પાર્ટી તરીકે જયારે ચૂંટણી આવે અમે લડવા તૈયાર છીએ, અમે 125 સીટો સાથે સરકાર બનાવીશું.


2017માં શું હતું ચિત્ર


2017માં ગુજરાતની વિધાનસભાની ચૂંટણી 9 ડિસેમ્બર અને 14 ડિસેમ્બર એમ બે તબક્કામાં યોજાઈ હતી. 18 ડિસેમ્બરે પરિણામ જાહેર થયું હતું. ભાજપને 99 અને કોંગ્રેસને 77 સીટ મળી હતી. ભાજપનો વોટ શેર 49.05 ટકા અને કોંગ્રેસનો વોટ શેર 41.44 ટકા હતો. 2012માં ભાજપને 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી.


ABP News C voter Survey: શું ગુજરાતમાં કૉંગ્રેસ અને AAP વચ્ચે મત વિભાજિત થશે  ? લોકોએ આપ્યા જવાબ


ABP News C voter Survey: દેશના બે રાજ્યો હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં આગામી દિવસોમાં ચૂંટણી યોજાવાની છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે ચૂંટણી પંચે તારીખની જાહેરાત કરી તો ગુજરાતમાં પણ આગામી દિવસોમાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. શાસક પક્ષ ભાજપ રાજ્યમાં અઢી દાયકાથી વધુ સમયથી સત્તામાં વાપસી કરવાનો દાવો કરી રહી છે ત્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે પણ તેને પડકારવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.