Surat News:  સુરતના સિટીલાઈટ વિતારમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે લાગેલી આગમાં દાઝી જવાના કારણે એક મહિલાનું મૃત્યુ થયું હતુ. જ્યારે બે બાળકીઓનો ઈજાગ્રસ્ત અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.


ઘરમાં પૂજાપાઠના આયોજન દરમિયાન લાગી આગ


બનાવની વિગત પ્રાણે, સિટીલાઈટ વિસ્તારમાં અશોક પાનની સામેની ગલીમાં આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવ ટીંબરીવાલાએ પોતાના ઘરમાં પૂજાપાઠનું આયોજન ક્યુ હતું. જેના કારણે ઘરમાં મહેમાનો એકત્ર થયા હતા. આ દરમિયાન પૂજાની પ્રસાદી તૈયાર કરતી વખતે અચાનક ઘરમાં આગ લાગી હતી અને જોત જોતમાં વિકરાળ બની જતાં અફરા તફરીનો માહોલ ઉભો થયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી અને 15 થી વધુ લોકોને ફ્લેટમાંથી બહાર કાઢ્યા હતા.


ફાયરબ્રિગેડે મહેમાનોને બચાવી લીધા


જેમાં બે બાળકી તથા એક મહિલાને ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલાનું મોત થયું હતું. દેવકૃપા એપાર્ટમેન્ટના 10માં માળે આગ લાગી હોવાથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. જોકે ફાયરની ટીમ સમય સૂચકતા વાપરીને મહેમાનોને બચાવી લેતા રાહત અનુભવી હતી. જોકે તેમ છતાં ઘટનામાં ઘરકામ માટે આવતી મહિલાએ જીવ ગુમાવ્યો હતો.




ઘટનામાં ફાયર બ્રિગેડનો જવાન પણ ઘાયલ


દેવ કૃપા  B એપાર્ટમેન્ટમાં બનેલી ઘટનાને લઈ વેસુ, અડાજણ અને મજુરા ફાયર સ્ટેશનની ટીમે કામગીરી હાથ ધરી હતી. ફાયરના એક જવાન પણ ઈજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


ઘરકામ કરતી મહિલાનું મોત


ફાયરબ્રિગેડના કહેવા મુજબ ઘટનામાં બે બાળોએ ગંભીર રીતે દાઝી ગઈ હોવાથી તેમને બચાવી લેવામાં આવી હતી, જયારે ઘરકામ કરતી મહિલા રાધા બારૈયા ફ્લેટના ઓપન પેસેજમાં છુપાઈ ગયા હોવાથી સંભવતઃ ગુંગળામણના કારણે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.


ભટાર વિસ્તારમાં એક કાપડની દુકાનમાં મંગળવારે વહેલી સવારે આગ ફાટી નીકળતા નાશભાગ મચી ગઈ હતી. ફાયર સૂત્રો પાસેથી મળતી માહિતી ભટાર રોડ પર રૂપાલી નહેર પાસે ફર્સ્ટ ફેશન નામની કાપડની દુકાનમાં  મંગળવારે વહેલી સવારે સિલાઈ રૂમમાં આગ ભડકી ઉઠી હતી.જેના કારણે સ્થળ પર ભાગદોડ અને અફડાતફડી મચી ગઈ હતી. જોતજોતામાં આગ ફેલાતા વધુ પ્રમાણમાં ધુમાડો ફેલાવવા માંડ્યો હતો.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial