સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન ‘પી.એમ. મિત્ર (મેગા ઈન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઈલ રિજન એન્ડ એપેરલ-PM MITRA) પાર્ક’ દેશના સાત રાજ્યોમાં સ્થપાશે, ત્યારે નવસારીના વાંસીબોરસી ખાતે ૧૧૪૧ એકરમાં પી.એમ. મિત્ર પાર્કના નિર્માણ માટે તારિખ ૧૩મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સુરત ખાતે રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે એમ.ઓ.યુ. થશે. પી.એમ. મિત્ર પાર્ક અંતર્ગત એક જ સ્થળે, એક જ છત્ર નીચે સ્પિનિંગ, વિવીંગ, પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની ઈન્ટિગ્રેટેડ ટેક્ષ્ટાઈલ વેલ્યુ ચેઈન ઉભી થશે. વિશ્વ કક્ષાનું ‘પ્લગ એન્ડ પ્લે’ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. અહીં ટ્રેનિંગ, રિસર્ચ અને ઈનોવેશનનો ત્રિવેણી સંગમ સર્જાશે. આ પાર્ક ટેક્ષ્ટાઈલ સેક્ટરની તંદુરસ્ત હરિફાઈને ઉત્તેજન આપી નિકાસને વેગ આપશે.  


તારિક ૧૩મી જુલાઈએ બપોરે ૩.૦૦ વાગ્યે સુરતમાં વીર નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે એમ.ઓ.યુ. કાર્યક્રમ યોજાશે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી બોરસી ખાતે ૧૧૪૧ એકરમાં સાકાર થનાર મેગા ઈન્ટીગ્રેટેડ એપરલ પાર્ક દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરવાની સાથે ગુજરાતના ટેક્ષ્ટાઈલ ઉદ્યોગને વેગવંતો બનાવશે.વાંસીબોરસી પાર્કથી આશરે ૧ લાખ પ્રત્યક્ષ અને બે લાખ પરોક્ષ રોજગારીનું સર્જન થશે


આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રીશ્રી પિયુષ ગોયલ, કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સાંસદ-ધારાસભ્યઓ, GIDC ના અધિકારીઓ સહિત કાપડ ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.


પી.એમ. મિત્ર ટેક્ષટાઈલ પાર્કની એક ઝલક



  • કેન્દ્ર સરકારે ૨૦/૧૦/૨૦૨૧ ના રોજ લોન્ચ કરી હતી પી.એમ. મિત્ર પાર્ક યોજના 

  • ૧૧૪૩ એકર જમીન પર આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા ધરાવતા ટેક્ષટાઈલ પાર્કનો વિકાસ

  • ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રૂ.૧૫૦૦ કરોડની જરૂરિયાત અંતર્ગત કેન્દ્ર સરકાર ૩૦ ટકા (રૂ.૫૦૦ કરોડ) ની નાણાકીય સહાય આપશે 

  • ટેક્ષટાઈલ ઉદ્યોગની સંપૂર્ણ વેલ્યુ ચેઈન માટેના ઉદ્યોગોનો સમાવેશ,જેમાં સ્પિનિંગ,વિવીંગ,પ્રોસેસિંગ/ડાઈંગ અને પ્રિન્ટિંગથી લઈને ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ સુધીની સુવિધાઓ એક છત્ર નીચે

  • કોમન ફેસિલિટી સેન્ટરો જેમાં મટિરિયલ હેન્ડલિંગ ફેસિલિટી,તાલીમ અને સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર, ટેસ્ટીંગ સેન્ટર ઉભા કરાશે

  • ઉદ્યોગકારોને આધુનિકતમ સુવિધાઓ અને પોષણક્ષમ ભાવોનો લાભ

  • ટેક્ષટાઈલ પાર્ક મારફતે અંદાજે એક લાખ પ્રત્યક્ષ અને બે લાખ જેટલી પરોક્ષ રોજગારીની તકોની ઉપલબ્ધતા 

  • રોડ,પાણી,સ્ટ્રીટલાઈટ,CETP વિથ મરિન ડિસ્પોઝલ

  • TSDF- ટ્રીટમેન્ટ, સ્ટોરેજ એન્ડ ડિસ્પોઝલ ફેસિલિટી 

  • હાઉસિંગ અને કોમર્શિયલ ઝોન

  • મજબૂત ઈન્ડસ્ટ્રીયલ ઈકોસિસ્ટમ જ્યાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઉદ્યોગકારોનો સમાવેશ થશે

  • ક્લસ્ટરલક્ષી વિકાસનું લક્ષ્ય   


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial