સુરત: સુરતના ઓલપાડના મુખ્ય બજારમાં  આગ લાગી હતી. ગેસ રિફીલીંગની દુકાનમાં ઘટના બની હતી. જ્યાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં બે ફાયર ફાઇટર પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આ બનાવની ગંભીરતાને જોતા ઓલપાડ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આગે ખૂબ જ વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું. ઓલપાડમાં આગ લાગવાની ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 


કિશન ભરવાડની હત્યાના વિરોધમાં રેલી, પોલીસે ફટકારતાં યુવાનો બાઈકો મૂકી મૂકીને ભાગ્યા


રાજકોટઃ ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના વિરોધમાં નિકળેલી રેલી પર પોલીસે લાઠીચાર્જ કરતાં કેટલાય યુવકો ગબડી પડ્યા હતા જ્યારે સંખ્યાબંધ યુવકો બાઈક મૂકી મૂકીને ભાગ્યા હતા. રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી સામે પોલીસે કરેલા લાઠીચાર્જમાં એક યુવાનને માથામાં ઇજા પણ થઈ હતી.



કિશન ભરવાડની હત્યાના વિરોધ કરવા એકઠા થયેલા 2000 હજાર યુવાનોના ટોળા વિખેરવા માટે પોલીસે દંડાવાળી કરી હતી અને યુવકોને દોડાવી દોડાવીને માર્યા હતા. રાજકોટના ફૂલછાબ ચોકમાં પોલીસના લાઠીચાર્જમાં અનક યુવાનો ગબડી પડ્યા હતા ને પોલીસે તેમને પણ ધોયા હતા.


ધંધૂકાના કિશન ભરવાડની હત્યાની ઘટનાના કારણે લોકોમાં આક્રોશ છે ત્યારે આજે રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દરેક જિલ્લાના કલેકટરને આવેદનપત્ર આપીને કિશન ભરવાડને ન્યાય આપવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી.


રાજકોટમાં પણ ધંધુકાના કિશન ભરવાડ ની હત્યા ના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટમાં ભરવાડ સમાજ અને અન્ય હિંદુવાદી સંગઠનોની વિશાળ રેલી નિકળી હતી. આ રેલી પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને યુવાનોને દોડાવી દોડાવીને દંડા ફટકાર્યા હતા. પોલીસે યુવકોને દંડા ફટકારી ફટકારીને ભગાડ્યા હતા.