SURAT : સુરતથી વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. નાના બાળકોને મોબાઈલ આપતા પહેલા વાલીઓએ હવે વિચારવું પડશે. સુરતના ડિંડોલીમાં સેવન હેરિટેજ નામના ફ્લેટમાં આ દુઃખદ ઘટના બની છે. અહીં મોબાઈલમાં ગેમ રમી રહેલી બાળકી ફ્લેટના ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. માન્યતા નામની આ બાળકીને પ્રથમ ખાનગી હોસ્પિટલમાં અને ત્યાબાદ સ્મિમેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મળતી જાણકારી મુજબ આ બાળકી કોમામાં સારી પડી છે. બાળકીના હૃદયના ધબકારા બંધ થતા 108ની EMTએ માઉથ ટુ માઉથ ઑક્સિજન આપ્યું હતું. મૂળ મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય પલાઈની ત્રણ વર્ષની દીકરી સાથે આ દુઃખદ ઘટના ઘટી છે. હાલ આ બાળકી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.


રાજકોટમાં હોટેલના બીજા માળેથી પટકાઈ બાળકી 
સુરતમાં આજે ફ્લેટના ત્રીજા માળેથી બાળકી પટકાઈ, તો આવી જ ઘટના રાજકોટમાં પણ ઘટી છે, જેમાં હોટેલના બીજા માળેથી બાળકી પટકાઈ છે. રાજકોટ ગોંડલ રોડ પર આવેલઈ  પાઈનવિટા હોટલમાં રોકાયેલા પરિવારની બાળી હોટેલના બીજા માળેથી પટકાતા આ અઢી વર્ષની બાળકીને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. 


ઉલ્લેખનીય છે કે રાજકોટ ગોંડલ રોડ પર આવેલી આ પાઈનવિટા હોટેલમાં ફરી એક વખત હોટલ સંચાલકોની બેદરકારીને કારણે આવી દુર્ઘટના બની છે. આ અગાઉ 6 મહિના પહેલા પણ પાઈનવીટા હોટેલના ચોથા માળેથી એક બાળકી પટકાઈ હતી અને બાળકીનું મોત થયું હતું. ત્યારે હોટેલ સંચાલકોએ કહ્યું હતું કે ગેલેરીમાં ગ્રીલ નાખીશું, જો કે એ ઘટના બાદ હજી સુધી ગ્રીલ નાખવામાં ન આવતા આજે આ બીજી ઘટના ઘટી છે. 


પ્રથમ 6  મહિના પહેલા બનેલી ઘટના બાદ આજે ગ્રીલ ન નખાતા બીજી ઘટના ઘટી છે, ત્યારે જોવાનું રહ્યું કે શું પ્રશાસન દ્વારા પાઈનવિટા હોટેલ સામે પગલાં લેવામાં આવશે કે નહિ.