Surat News:સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ 20 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો  લગાવીને આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


સુરતની આ યુવતી મોબાઇલ દ્વારા સતત ગૂગલનો ઉપયોગ કરતી હતી. આ યુવતીના પરિવારજનો સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, સતત ગૂગલના ઉપયોગના કારણે તે ગૂગલમય બની ગઇ હતી અને ગૂગલમાં જોઇને જ કસરત કરતી હતા અને કહેતી કે મને જ્યાં જોઉં છું મોબોઇલ અને ગૂગલ જ દેખાય છે. ગૂગલ મને કહે છે ખાવાનું બંધ કરી દે અને મરી જા. આખરે માનસિક રીતે અસ્વસ્થ થયેલી આ યુવતીએ આપઘાત કરી લીધો


આજના ટેક્નિકલ યુગમાં મોબાઈલ એક એવી વસ્તુ બની ગઇ  છે, જેના વિના જીવન અઘરૂ થઇ રહ્યું છે. કેટલાક લોકોને મોબાઇલ થકી સોશિયલ મીડિયા યુઝ કરવા સહિતની એવી આદત પડી જાય છે કે તેઓ તેમાં જ રચ્યાં પચ્યાં રહે છે. જો કે આ ટેકોનોલોજીની આદત પડી જવી  ક્યારેક આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.ખાસ કરીને  બાળકોથી લઈ યંગસ્ટર્સને મોબાઈલનું ઘેલું લાગ્યું છે.  સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે આજે એક  લાલબત્તી સમાન કિસ્સો  સામે આવ્યો છે.


 
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડમાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની 20 વર્ષીય દીકરીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો લગાવીને આજે  આપઘાત કરી લીધો. પરિવારના જણાવ્યાનુસાર,20 વર્ષીય વિશાખા ઘણા સમયથી મોબાઈલની આદિ બની ગઈ હતી.જ્યાં મોબાઈલમાં ગૂગલ પર ફેસ એક્સસાઈઝ કરી રહી હતી.જે દરમ્યાન તેણીનું મોઢું વળી જતા તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ લઈ ગયા ગયા હતા.જ્યાં તેણીની સારવાર ચાલી રહી હતી.પરંતુ તેણીના સ્વાસ્થ્યમાં કોઈ સુધાર નહિ આવતા છેલ્લા બે માસથી માનસિક વિભાગના તબીબ પાસે તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યાં માનસિક રોગની સારવાર આપવામાં આવી રહી હતી. છેલ્લા એક માસથી તેણી પાસેથી મોબાઈલ પણ લઈ લેવામાં આવ્યો હતો. જો કે તેમની સારવાર દરમિયાન જ તેમણે ઘરમાં ગળાફાંસો લગાવીને જીવન ટૂંકાવી દીધું.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલ મોટી છીપવાડ ખાતે રહેતા અને જરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા રાણા પરિવારની 20 વર્ષીય દીકરીએ મોબાઈલ લતના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતી યુવતી માનસિક રીતે અસ્વસ્થ થઇ જતાં તેમણે  અણધાર્યા પગલું ભરતા  પરિવાર પર આભ તૂટી પડ્યું છે.સુરતમાં બનેલી આ ઘટના એવા લોકો માટે એક મસેજ છે. જેઓ સોશિયલ મીડિયા, યૂટ્યુબ માટે સતત મોબાઇલમાં જ રચ્યાંપચ્યાં રહે છે. આ આદતથી માનસિકત સ્વાસ્થ્ય પર વિપરિત અસર થતાં આખરે યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો