Surat News: સુરતના ઉધનામાં 20 વર્ષની કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ત્રીજા માળેથી નીચે પટકાતા મોત થયું છે. સુરતના વિજ્યા નગરમાં રહેતી 20 વર્ષીય રસિકા ચોહાણ ઘરની આગાસી પર કપડા સૂકવવા માટે ચઢી હતી.યુવતીને અચાનક ત્રીજા માળેથી નીચે પટકાતા જોઇને લોકો દોડી આવ્યા હતા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જો કે દુર્ભાગ્યવશ વિદ્યાર્થીનીને સારવાર મળે તે પહેલા જ તબીબે મૃતક જાહેર કરી હતી. યુવતીના અચાનક મોતથી પરિવાર શોકમગ્ન છે.
સમગ્ર ઘટનાની જાણ થતાં સુરતની ઉધના વિસ્તારની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે. યુવતીના મૃત્યુને લઇને એક એવી ચર્ચા પણ છે કે, યુવતીને માતાએ ઠપકો આપતા યુવતીએ આપઘાત કર્યો હોય હાલ ઉધના પોલીસે અકસ્માતનું ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
દ્વારકા નજીક બરડીયા ગામ પાસે અકસ્માત
દ્વારકા નજીક બરડીયા ગામ પાસે બસ પલટી જતાં અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 8 જેટલા લોકોને ઇજા પહોંચી છે જ્યારે એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ તાબડતોબ 2 108ની ટીમ એ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા છે. અકસ્માતમાં 1 યુવકનું મોત થયું છે જ્યારે 2 દર્દીને હાલત વધુ ગંભીર હોવાથી સારવાર માટે જામનગર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેલા અન્ય પ્રવાસીઓને નાની મોટી ઇજા પહોચી હોવાથી નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચાડવામાં આવ્યા છે. બસ સોમનાથ થી દ્વારકા તરફ આવી રહી હતી. ત્યારે રાત્રિનાં 3 થી 4 વાગ્યાની આસપાસ બસ પલટી જતાં ચિચિયારી મચી ગઇ હતી. આ ખાનગી બસમાં બસ માં વડોદરા,ભરૂચનાં યુવાનો દર્શનાર્થે દ્વારકા અને સોમનાથ જતાં હતા. બસ સોમનાથી દર્શન કરીને દ્વારકા જતી હતી આ સમયે રસ્તામાં અકસ્મા નડ્યો હતો
ખેડા જિલ્લામાં અકસ્માતમાં 3 યુવકના મોત
ખેડા જિલ્લામાં ટ્રક પુલ પરથી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવાકનું મૃત્યુ થયું છે.જ્યારે 6 લોકોને ઇજા પહોંચી છે. ઘટનાં ડ્રાઇવર અને ક્લિનરને વધુ ઇજા પહોંચ્યાના અહેવાલ છે. સમગ્ર અકસ્માતની ઘટનાને લઇને લીંબાસી, માતર અને વસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.