સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ઘટના હ્યદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં 17 મહિનાની બાળકીને ઝેરી દવા પીવડાવી માતાએ પણ મોતને વ્હાલું કરવાનો પ્રયાસ કર્યો છે.  માતા પુત્રીને સારવાર માટે નવી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘર કંકાસમાં આ પગલું ભર્યું હોવાની આશંકા છે. 17 મહિનાની પુત્રીને PICU માં દાખલ કરવામાં આવી છે જયારે માતાને G 2 વોર્ડ માં ખસેડવામાં આવી છે. હાલમાં બંને માતા પુત્રી સારવાર હેઠળ છે.


રાજ્યમાં હજુ પણ થશે માવઠું


હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી દક્ષિણ ગુજરાતમાં માવઠુ થઇ શકે છે. હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં આજે એક દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થઇ શકે છે.  આજે બનાસકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.


આ વિસ્તારમાં હજુ પણ પડશે કમોસમી વરસાદ


રાજ્યમાં 28 એપ્રિલ સુધી તાપમાનમાં વઘારો થશે પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ હવે આગળ વધશે. જેના કારણે 28થી કે 28 એપ્રિલ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળશે. જો  આ સ્થિતિ બની રહશે તો રાજ્યમાં 27 એપ્રિલ બાદ વાતાવરણમાં પલટો આવશે અને  કે પહેલી  કે બીજી મે સુધી રાજ્યમાં છૂટછવાયો કમોસમી વરસાદ પડી શકે છે. આ સમય દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો જોવા મળશે. જેની શરૂઆત પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારથી થઇ શકે છે. બાદ કચ્છ ભૂજ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડે તેવી શક્યતા છે.  હવામાન પલટો જોવા મળી શકે છે.









રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના કેટલાક શુક્રવારે દિવસના તાપમાનમાં બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. રાજ્યના બાંસવાડામાં સૌથી વધુ 39.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.બાંસવાડામાં પણ સૌથી વધુ 26.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. બાંસવાડા સિવાય રાજ્યના કોઈપણ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસને પાર નથી થયું.હવામાનશાસ્ત્રીના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના છે.