સુરત: શહેરના ગોડાદરા રોડ સ્થિત લક્ષ્મી નારાયણ સોસાયટીના ગેટ પાસે મળસકે ત્રણ માસનું ભ્રુણ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ગોડાદરા પોલીસે શરૂ કરેલી તપાસ દરમિયાન સીસીટીવી કેમેરામાં મહિલા-પુરુષ દેખાઈ આવતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


મળસકે સાડા ચાર વાગ્યાના અરસામાં ગોડાદરા રોડ સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે ત્રણ માસનું ભ્રુણમળી આવ્યું હતું. ગળામાં નાળ લપેટાયેલી અવસ્થામાં ભ્રુણ જોઈ સ્થાનિક વિસ્તારના લોકોએ પોલીસને જાણ કરી હતી. ત્યાર બાદ ઘટના સ્થળે દોડી આવેલી ગોડાદરા પોલીસે ભ્રુણનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યું હતું. આ મામલે ગોડાદરા પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. 


સ્થાનિક વિસ્તારના નર્સિંગ હોમ, દવાખાના અને હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી રહી છે. આજુબાજુની સોસાટીઓમાં પણ અગાઉ ગર્ભવતી હોય અને હાલ દેખાતી નહીં હોય તેવી મહિલાની માહિતી મળે તો પોલીસ ને જાણ કરવા જણાવાયું છે. પોલીસે શરૂ કરેલી સીસીટીવીની તપાસ દરમિયાન એક સ્થળે મહિલા-પુરુષ શંકાસ્પદ હાલતમાં જણાઈ રહ્યા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


સુરતમાં સાારવાર માટે આવેલી મહિલા સાથે ડોક્ટરે કર્યા અડપલા


સુરત: ઉન ગભેણી રોડ પર આવેલ સમ્સ ક્લિનિકના ડોક્ટર સામે શારીરિક અડપલાનો મહિલાએ આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી છે. પેટમાં દુખાવો થતાં સારવાર માટે હોસ્પિટલે આવેલી મહિલા સાથે ડોક્ટરે ગેરવર્તન કર્યું હોવાની વાત સામે આવી છે. પેટના ભાગે ચેક કરતા ડોકટરે પ્રાઇવેટ પાર્ટ પર સ્પર્શ કરતા મહિલા ગભરાઈ ગઈ હતી. હાલમાં સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ડોક્ટર મકસુદ સામે છેડતીની ફરિયાદ નોંધાઈ છે. જે બાદ સચિન જીઆઇડીસી પોલીસે ડોક્ટર મકસુંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમેરિકામાં ગુજરાતી દંપત્તિની ગોળી મારી હત્યા કરવામાં આવતા હડકંપ


અમેરિકામાં ફરીવાર ગુજરાતીઓ પર હુમલો કરવામાં આવ્યો છે. અમેરિકામાં અરવલ્લીના મેઘરજના દંપત્તિની હત્યા કરવામાં આવી છે. અમેરિકામાં ગત ૬ તારીખે ગોળી મારી બન્નેની હત્યા કરવામાં આવી હતી. મોટેલ વ્યવસાય સાથે જોડાયેલ વેપારીની હત્યાથી ચકચાર મચી ગયો છે. અગાઉની અદાવત રાખી ગોળીમારી હત્યા કરવામાં આવી હતી. મેઘરજના શેઠ રજનીકાંત વલ્લભદાસ અને પત્ની નિરીક્ષાબેનની હત્યાથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છે. મેઘરજ ખાતે પરિવારજનોને આજે જાણ કરાઈ છે. અમેરિકામાં વારંવાર ગુજરાતીઓ પર હુમલાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.